GSTV
Home » News » સુરત રેપ વિથ ડબલ મર્ડર કેસ : સુરત ક્રાઈમબ્રાંચની તપાસમાં સામે આવ્યું આ કારણ

સુરત રેપ વિથ ડબલ મર્ડર કેસ : સુરત ક્રાઈમબ્રાંચની તપાસમાં સામે આવ્યું આ કારણ

સુરતમાં રેપ વિથ ડબલ મર્ડર કેસ મામલે મહત્વની કડી સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગે લાગી છે. મુખ્ય આરોપી કુલદીપની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાનથી અટકાયત સુરત લઈ આવવામાં આવ્યો છે. જ્યારે મૃત બાળકી અને માતાની ઓળખ થતાં કબ્જો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

પરિવાર અને પોલીસની હાજરીમાં જ બાળકી અને માતાની લાશની દફનવિધિ કરવામાં આવી હતી. દફનવિધિ બાદ પોલીસ દ્વારા પરિવારજનોને છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે રિતસરની મીડિયા કર્મીઓ સાથે ધક્કામુકી કરી પરિવારને મીડિયા સમક્ષ આવવાથી રોક્યા હતા. કુલદીપની અટકાયત થતા મૃત બાળકી અને માતાની પણ ઓળખ થઈ ચૂકી છે. મળતી માહિતી અનુસાર બાળકી અને માતા મૂળ દિલ્લીના રહેવાસી છે.જે રાજસ્થાન વાયા સુરત આવી હતી.બાળકી અને માતાને કુલદીપ રાજસ્થાન થી સુરત લઈ આવ્યો હતો.જ્યાં બાદમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા અને ટાઇલ્સના વ્યસાય સાથે સંકળાયેલ હર્ષસાઈ ગુર્જરને રૂપિયા 35 હજારમાં વેચી મારી હતી. હર્ષસાઈ ગુર્જરે સૌ પ્રથમ માતા અને ત્યારબાદ બાળકીની હત્યા કરી લાશને સગેવગે કરી નાખી હતી.

CRICKET.GSTV.IN

Related posts

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva

ઠાકોર સેનાના થયા બે ભાગ, રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાતા સમાજમાં રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!