નરાધમ હર્ષસાઇ બાંધકામની સાઇટ પર મજૂરો પૂરા પાડતો હતો ત્યારે જીએસટીવીની ટીમ સૌપ્રથમ વખત હર્ષસાઇની સાઇટ પર પહોંચી હતી. સાઇટ પરના બિલ્ડર પણ હર્ષસાઇના કરતૂતો અંગે અજાણ હતા. પરંતુ હવે હર્ષસાઇનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે ત્યારે બિલ્ડરે પણ હર્ષસાઇને કડક સજા ફટકારવાની માંગ કરી છે.
માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર હર્ષસાઇ ગુર્જર સુરતમાં ચાલતી બાંધકામની સાઇટો પર મજૂરો પૂરા પાડતો હતો. હર્ષસાઇનો ભાઇ હરિસિંહ ગુર્જર બિલ્ડીંગોમાં કોન્ટ્રાક્ટ હેઠળ ટાઇલ્સ બેસાડવાના વ્યવસાય સાથે સંકળાયેલ છે. આવી સાઇટો પર હર્ષસાઇ તેમની કારમાં મજૂરોને લઇને આવતો હતો. હર્ષસાઇ એક સાઇટ પર મજૂરોને કામે વળગાડી અન્ય સાઇટ પર નીકળી જતો હતો.
હર્ષની આવી જ એક સાઇટ પર જીએસટીવીની ટીમ સૌપ્રથમ પહોંચી હતી. સાઇટના બિલ્ડર પણ હર્ષસાઇની કરતૂત જાણીને ચોંકી ઉઠ્યા હતા. તેમજ હર્ષસાઇને આકરી સજા થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.
બાળકી સાથે હેવાનિયત આચર્યા બાદ હર્ષસાઇ પોતાના કરતૂતોનો ભાંડે ફૂટવાની બીકે રાજસ્થાન જતો રહ્યો હતો. પરંતુ પોલીસે હર્ષસાઇ જે કારમાં બાળકીને લઇ ગયો હતો તે કાર અંગેની માહિતી સીસીટીવી ફૂટેજ વડે મેળવી લીધી અને હર્ષસાઇને રાજસ્થાનથી દબોચી લીધો હતો.