ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાલીએ સુરતની યુવતી પર કરેલા દુષ્કર્મને લઇને સચિવાલયમાં જબરજસ્ત ચર્ચા ચાલી હતી. મોટાભાગના ધારાસભ્યો અને સચિવાલયના સ્ટાફમાં ભાનુશાલીએ કરેલી ‘લીલા’ઓની વાત જ ચાલી હતી. સુરત તથા નડીયાદની વિધવાએ પણ ભાનુશાલીની પોતે તમામ જરૂરીયાત પૂરી પાડયાનો ઘટસ્ફોટ કર્યા બાદ હવે નજીકનાં દિવસોમાં અન્ય કેટલીક યુવતીઓ પણ મેદાનમાં આવી શકે છે.
સુરતની યુવતી દ્વારા કરાયેલા દુષ્કર્મના આરોપમાં ઘેરાયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હાલ વિવાદમાં આવ્યા છે. પરંતુ તેઓએ તેમણે કચ્છના પોતાના ફાર્મમાં ભાજપના મોટા નેતાઓને કઈ રીતે મીઠી ખારેક ખવડાવી તેની ચર્ચાઓ સચિવાલયમાં ચાલતી હતી. જે ચર્ચા થઇ રહી છે તે મુજબ ભાનુશાલી પહેલેથી જ ‘શોખીન’ છે.
દોઢ બે વર્ષ પહેલા નલિયા દુષ્કર્મની ઘટના બહાર આવી તેમાં પણ ભાનુશાલી જ મુખ્ય આરોપી હતો. તેણે એક પરિણીતા અને ત્યાર બાદ નાની ઉંમરની કુંવારી અને પરિણીત યુવતીઓને પોતાની પાસે બોલાવી હતી. આ બધી પાપલીલાઓની જાણ કોઇએ દિલ્હી હાઇકમાન્ડને કરી હતી. આથી ભાજપનાં બે ટોચના નેતાઓએ જયંતીને બોલાવીને ખખડાવ્યો હતો. પરંતુ તેણે પોતાને આધ્યાત્મિક ગણાવીને રાજકીય કારણથી આક્ષેપ થતા હોવાની વાત કહી હતી.
જયતિં ભાનુશાલી વિરુધ્ધમાં બે યુવતીઓએ દુષ્કર્મની ફરીયાદ કરતા તેની આધ્યાત્મિકકતા કેવી છે. તેની બધાને ખબર પડી ગઇ છે. ભાજપમાં પોતાનો દબદબો અકબંધ રહે અને જો ભવિષ્યમાં સમગ્ર કૌભાંડ બહાર આવે તો પોતાને ખાસ કોઇ સમસ્યા ન થાય તે માટે જયંતિએ આગોતરી વ્યવસ્થા કરી લીધી હતી. જેના ભાગરૃપે જયંતિએ ગુજરાત તથા દિલ્હીના ભાજપનાં મોટા નેતાઓને કચ્છ ખાતેના પોતાના ફાર્મ હાઉસમાં કચ્છની ‘મીઠી ખારેક’ ખાવા બોલાવ્યા હતા.
કચ્છના ફાર્મમાં મોટા માથાઓની ‘કામલીલા’ને ભાનુશાલી તથા પરીણિતાએ વીડિયોમાં કેદ કરી લીધાની આશંકા છે. ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા આ જ કારણોથી ધમકી આપતા હતા કે તેમની પાસે ભાજપના એક ડઝનથી વધારે નેતાઓની ‘સીડી’ છે. જો સરકાર માગશે તો તેઓ આપશે. વિધાનસભા ગૃહનાં ફ્લોર પરથી પણ તેઓએ આવો પડકાર ફેંક્યો હતો. પરંતુ સરકાર, ગૃહ ખાતુ, ડીજીપી કે સીએસે તેમની પાસેથી આવી સીડી માગી નહોતી કે તપાસ પણ કરી નહોતી.