GSTV
Surat Trending ગુજરાત

સુરતમાં દુષ્કર્મના કેસને અકસ્માતમાં ખપાવી પોલીસ આ મામલે ભીનું સંકેલવાની ફિરાકમાં

સુરતમાં ધોરણ આઠમા અભ્યાસ કરતી કિશોરી સાથે પરિચિત યુવાને દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ  લાગ્યો છે. પરિચિત યુવાન કિશોરીનું અપહરણ કરી ઓલપાડ ખાતે લઈ ગયો હતો. જ્યાં દુષ્કર્મ આચાર્ય બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ લાગ્યો છે. 19 તારીખે કિશોરી વહેલી સવારે ઘરેથી શાળાએ જ નીકળી ગઈ હતી. જ્યાં મોડી સાંજ સુધી પણ કિશોરી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં જાણ થઈ કે, કિશોરી ઓલપાડના ડભારી ગામેથી બેભાન અવસ્થામાં મળી આવી છે અને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી.

પોલીસના મતે કિશોરી પોતાના બે મિત્રો સાથે ઓલપાડ ફરવા માટે આવી હતી. જે બાદ ઓલપાડથી પરત ફરતા અકસ્માત નડ્યો અને કિશોરી ઈજાગ્રસ્ત થઈ હતી. તો પરિવારના આક્ષેપ હતા કે,પોલીસ આ મામલાને અકસ્માતમાં ખપાવી રહી છે. કિશોરીનું અપહરણ કરી ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી શંકા છે. પોલીસે કોઈ પણ પ્રકારની યોગ્ય તપાસ કર્યા વિના અકસ્માતનો ગુનો નોંધ્યો છે. જેના કારણે કસૂરવાર જામીન પર છૂટી પણ ગયો હોવાનો પણ આરોપ લગાવ્યો.

જો કે ઓલપાડ પોલીસે સમગ્ર ઘટનાને અકસ્માતના ગુનામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જે આક્ષેપ સામે ઓલપાડ પોલીસે જણાવ્યું છે કે હાલ અકસ્માતનો ગુનો નોંધી યુવાનની અટકાયત કરી છે. કિશોરી હાલ બેભાન અવસ્થામાં છે જ્યાં ભાનમાં આવ્યા બાદ તેણીના નિવેદનના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવશે.જે તે જરૂરી સેમ્પલો પણ લેવામાં આવ્યા છે. જે હાલ તપાસ અર્થે એફએસએલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા દેવીપૂજક પરિવારની આશરે 13 વર્ષીય કિશોરી મગોબ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ આઠમા અભ્યાસ કરે છે .જે બાબતની જાણ થતાં પરીવારજનો હોસ્પિટલ પોહચ્યા હતા અને ત્યારબાદ કિશોરીને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની હાલત અતિ નાજુક હોવાનું જાણવા મળ્યું હતી.

પોલીસે પરિવારને જણાવ્યું હતું કે કિશોરી પોતાના બે મિત્રો સાથે ઓલપાડ ફરવા માટે આવી હતી. જે બાદ ઓલપાડ થી પરત ફરતા અકસ્માત નડ્યો અને કિશોરી ઈજાગ્રસ્ત થઈ હતી. જે અંગે અકસ્માતનો ગુનો નોંધી મોટર સાયકલ હાંકનાર યુવાનની પણ અટકાયત કરાઈ હતી. જો કે પરિવારના આક્ષેપ હતા કે,પોલીસ આ મામલાને અકસ્માતમાં ખપાવી રહી છે. કિશોરીનું અપહરણ કરી ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી શંકા છે. પોલીસે કોઈ પણ પ્રકારની યોગ્ય તપાસ કર્યા વિના અકસ્માતનો ગુનો નોંધ્યો છે. જેના કારણે કસૂરવાર જામીન પર છૂટી પણ ગયો છે. કિશોરીની હાલત અતિનાજુક છે. પોલીસ આ મામલે ભીનું સંકેલવાની ફિરાકમાં છે.

આ બાબતે ઓલપાડ પોલીસ મથકના પીઆઇ ડી.કે.રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, હાલ કિશોરી બેભાન અવસ્થામાં અને સારવાર હેઠળ છે. કિશોરી ભાનમાં આવ્યા બાદ તેણીનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે. ત્યારબાદ સ્ટેટમેન્ટના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવશે. હાલ અકસ્માતનો ગુનો નોંધી એક ઇસમની અટકાયત પણ કરી લેવામાં આવી છે.

કિશોરી અને યુવાનો એક જ વિસ્તારના રહેવાસી છે. તેઓ ઓલપાડ ખાતે ફરવા આવ્યા હતા અને તે દરમ્યાન અકસ્માતની ઘટના બની હતી. એફએસએલ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહી મેડિકલ તપાસ માટે સેમ્પલો પણ લઈ લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં પરિવાર પોલીસ પર આક્ષેપોનો મારો ચલાવી રહી છે, જો કે પરિવારના આક્ષેપો કેટલા તથ્ય છે તે કિશોરીના ભાનમાં આવ્યા બાદ જ માલુમ પડશે.

 

Related posts

ભેજાબાજ ગઠિયાઓએ લોકોને વિશ્વાસમાં લીધા અને 300 કિલો સોનું લઈને થઈ ગયા ફરાર, 700 લોકો સાથે કર્યો વિશ્વાસઘાત

pratikshah

NMACCના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીના ભરતનાટ્યમ પર્ફોર્મન્સે મંત્રમુગ્ધ કર્યા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Hina Vaja

BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા

pratikshah
GSTV