ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દુષ્કર્મની ફરિયાદના કારણે રાજીનામુ આપવાની ફરજ પડ તેવા જયંતિ ભાનુશાળીના કથિત સેકસકાંડ લઇને ભાજપ અને સરકાર જરા પણ ગંભીર નથી. ભાજપનાં પ્રધાનો, પ્રદેશ પ્રમુખ સહિતના-સંગઠનના નેતાઓ કે ધારાસભ્યો આવું તો ચાલ્યા રાખે તેવા સુર આલાપતા જોવા મળ્યા.. આ બાબત જયંતિભાઇની પર્સનલ બાબત છે. તેની સાથે સરકાર કે પક્ષને કોઇ લેવા દેવા નથી તેવો સુર આલાપત પણ જોવા મળ્યા છે. ભાનુશાલીના સેકસકાંડમાં જયંતિ ભાનુશાળી ‘લાપતા’ થઈ ગયા છે. પણ ભાજપ સરકાર કે સંગઠનનાં પેટનું પાણી પણ હાલતું નથી.
ભાજપના જ કેટલાક પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો સત્તાવાર રીતે કશું બોલતા નથી.. પરંતુ ઓફ ધી રેકર્ડ કહે છે કે ગુજરાતમાં સાડા છ કરોડની વસતિ છે. ભાજપ પક્ષ આટલો મોટો છે. કેટલીક યુવતિઓ પોતાના કામો કઢાવવા ‘લેબર કરન્સી’નો ભરપૂર ઉપયોગ કરે છે. બાદમાં નાણા પડાવવા પોલીસ ફરિયાદ અને બ્લેક મેઇલિંગ કરે છે … !! કચ્છનું તેમજ ભાનુશાલીનું સેક્સકાંડ એ તેમનો પર્સનલ મામલો છે. વ્યક્તિગત રીતે માણસની જે ઇચ્છા હોય તે રાજીખુશીથી કરતો હોય છે.
આમાંથી મોટાભાગના કહે છે કે ગુજરાતમાં સાડા છ કરોડની વસતિ છે. ભાજપ પક્ષ આટલો મોટો છે. કેટલીક યુવતિઓ પોતાના કામો કઢાવવા ‘લેબર કરન્સી’નો ભરપૂર ઉપયોગ કરે છે. સચિવાલયમાં પણ પત્રકારોને મળતા ધારાસભ્યોએ કંઇ આવી જ રીતે હળવાશથી વાત કરી હતી. જેને કારણે ભાજપની નીતિ ‘લાજવાને બદલે ગાજવાની’ હોવાનું સ્પષ્ટ થાય છે. દિલ્હીથી મોટા માથાઓની સૂચનાને પગલે પોલીસે ફરિયાદ છતાં ભાનુશાલીને પકડયો નહોતો. તેમને ભાગી જવાનો રસ્તો કરી આપ્યા બાદ હવે સમન્સો પાઠવીને તેમની ધરપકડ કરવા શોધખોળનું નાટક કરે છે. સોશ્યિલ મીડિયા પર પણ ભાજપની આવી બેધારી નીતિની ભારે ટીકા થઇ રહી છે.
ભાનુશાલીને ‘સેફ પેસેજ’ આપવા પાછળનું કારણ શું ?
પોલીસ ધારે અને દાનત હોય તો કોઇપણ ચમરબંધીને ગમે ત્યાંથી દબોચી શકે છે. દુષ્કર્મ જેવી ગંભીર ફરિયાદ છતાં પોલીસે શા માટે ભાનુશાલીની ધરપકડ ન કરી તે મોટો પ્રશ્ન છે. સાવ સામાન્ય સમન્સ હોય કે બિન જામીન લાયક વોરન્ટ હોય કે વર્ષો જૂનો ક્ષુલ્લક કેસ હોય તેમાં પોલીસ દાદાગીરી કરી સામાન્ય માણસને અંદર કરી દે છે, જ્યારે આવા ગંભીર કેસમાં જયંતિને ‘સેફ પેસેજ’ કેમ અપાયું ? એવી ચર્ચા છે કે જયંતિ પાસે અનેક નેતાઓની સીડી છે. તે મોટા નેતાઓના વટાણા ન વેરી દે તે માટે તેમને બચાવાઇ રહ્યો છે.
પૈસાના ઝઘડાને કારણે જ સેક્સકાંડનું ભૂત ધૂણ્યું
નલિયાનું સેક્સકાંડ બહાર આવ્યા બાદ તાજેતરમાં જ બેથી ત્રણ યુવતિઓએ જયંતિ ભાનુશાલીની વિરુધ્ધમાં દુષ્કર્મની ફરિયાદ લખાવી છે. જેમાં નડિયાદની વિધવાએ તો એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ મારી ફરિયાદ જ લેતી નથી. એવી ચર્ચા થઈ રહી છે કે ભાનુશાલીનું સેકસકાંડ બહાર આવવા પાછળ પૈસાનો ઝઘડો છે. જેલમાં રહેલી મનીષા સાથે રાજીખુશીના સંબંધો હોવાની વાત છે. પરંતુ પૂરી પડાયેલી યુવતીઓનું શોષણ કરાયું હતું. મોટા નેતાઓ, આગેવાનોની ‘સીડી’ દ્વારા બ્લેકમેઇલીંગથી ભેગા કરાયેલા નાણાના હિસ્સાના મુદ્દે ઝઘડાઓ ઉભા થતા સમગ્ર રેકેટ બહાર આવ્યાની ચર્ચા છે.