GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

સૌથી મોટું હોમ ક્વોરંટાઈન ગુજરાતમાં : 54 હજાર લોકોને ઘરમાં કરાયા કેદ, એક કિલોમીટર વિસ્તાર સીલ

કોઈ પણ એક સોસાયટી કે ઘર નહીં પણ એક આખા કિલોમીટરો લાંબા એરિયાને માસ ક્વોરંટાઈન કરાય એવી ઘટના ગુજરાતમાં સૌ પ્રથમવાર બની છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 12 પર પહોંચ્યો છે. સુરતમાં તંત્ર કડક બની કાર્યવાહી કરી રહ્યું છે. બે દિવસ પહેલા રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લોન્ડ્રીના કારણે મોટી સંખ્યામાં લોકો સંપર્કમાં આવ્યા હોવાની શંકાને લઈને આખા રાંદેર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. આ ગુજરાતનું સૌથી મોટું માસ ક્વોરન્ટીન હોવાનું માનવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રાંદેરનો એક કિલોમીટરનો વિસ્તાર બેરિકેટથી બંધ કરી 16 હજારથી વધુ ઘરોનો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો છે. હાલ 50 હજારથી વધુ લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. જેમાં 12 હોસ્પિટલ, 23 મસ્જિદ, 22 મેઈન રોડ, 969 પબ્લીક જગ્યા, 82 ઇન્ટરનલ રોડ પણ ડિસ-ઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. માત્ર રાંદેર ટાઉન વિસ્તાર માટે 55 ટીમ સર્વેલન્સ કરી રહી છે. સુરતમાં એક ક્વોરંટાઈનમાં રહેલી એક મહિલાનું મોત થયું છે.

સુરતના રાંદેરના એક સાથે 54,000 લોકોને માસ કોરોન્ટાઇન કરાયા છે. કોઈ રાજ્યમાં માસ કોરોન્ટાઇન કરવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુરત મહાનગર પાલિકાએ આ વિસ્તારને માસ કોરોન્ટાઈન જાહેર કરી ત્યાં પોસ્ટર પણ લગાવી દીધું છે જેથી લોકો આ વિસ્તારમાં પ્રવેશ કરે નહીં અને અન્ય લોકો પણ બહાર ફરતા ન દેખાય. રાંદેરના 67 વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું. આરોગ્ય વિભાગે વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલા પત્ની, સાળો, ભત્રીજો તેમજ પ્રાઈવેટ ડોક્ટર અને તેમના સ્ટાફ સહિત 5ને ક્વોરન્ટીન કરી દીધા છે.

માસ કોરોન્ટાઈન કરાયા બાદ સુરતના રાંદેર વિસ્તારનો રોડ સુમસામ જોવા મળ્યો હતો. રાંદેરનો સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન કરાયા બાદ અહીં પોલીસનો જડબેસલાક બંદોબસ્તપણ ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત મહાપાલિકા દ્વારા રાંદેર માટેની માસ કોરોન્ટાઇન સ્ટ્રેટેજીમાં 16,785 ઘરના સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ 54,003 લોકોને માસ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. દેશભરમાં લોકડાઉનના નવમા દિવસે પણ કોરોનના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.

corona

દેશમાં કોરોના કુલ પોઝીટીવ કેસની સંખ્યા બે હજારને પાર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 56 થયો છે. દેશમાં સૌથી વધુ પોઝીટીવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 335 પોઝીટીવ કેસ છે અને 14 લોકોના મોત થયા છે. જ્યારે કેરાલામાં 265 પોઝીટીવ કેસ છે. ગુજરાતમાં પણ પોઝીટીવ કેસની સંખ્યા 87 સુધી પહોંચી છે.

ગુજરાતમાં આજે એકપણ કેસ નહી

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં બુધવાર સાંજથી ગુરૂવાર સવાર એમ 12 કલાક દરમ્યાન કોરોનાનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. જો કે આ દરમ્યાન વડોદરાના એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેના કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 87 કેસ નોંધાયા છે. જે પૈકી 71 દર્દીઓની તબિયત સ્થિર છે. જ્યારે કે 7 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો અન્ય બે દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં 17 હજાર 666 લોકોને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તો 904 સરકારી અને 282 લોકો ખાનગી કોરેન્ટાઇન હેઠળ છે. આ ઉપરાંત જયંતિ રવિએ મહત્વનું નિવેદન જણાવ્યું કે આગામી 5 દિવસ ગુજરાત માટે અઘરા અને અગત્યના છે. આથી આ સમયગાળામાં જો લોકડાઉનનું કડક પાલન કરીશું તો કોરોના પર કાબૂ મેળવી શકીશું.

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

ગુજરાતના 31 જિલ્લાના આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30મી સુધી રહેશે લોકડાઉન, જાણો તમારા ક્યાં વિસ્તારને નહી મળે છુટછાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!