ગુજરાતભરની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપને ફરી એકવાર જનતાએ સત્તાનું કામણ સોંપ્યું છે તો કોંગ્રેસને જાકારો આપ્યો છે. કોંગ્રેસના તમામ મહાનગરપાલિકામાં સૂપડાં સાફ થયાં છે. જોકે કોંગ્રેસ માટે નાક કપાવા જેવી વાત એ છે કે પારંપરિક ગઢ ગણાતી બેઠકો પણ આ વખતે કોંગ્રેસે ગુમાવી છે એટલે લાજથી બચવા માટે હવે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે અને કોંગ્રેસ શહેર પ્રમુખો રાજીનામાં આપવા લાગ્યા છે. અમદાવાદ સુરત અને ભાવનગરના શહેર પ્રમુખોએ રાજીનામાં આપ્યા બાદ હવે વડોદરા શહેર પ્રમુખે પણ રાજીનામુ ધરી દીધું છે.
કોંગ્રેસનો રકાસ થવાથી શહેરના પ્રમુખોએ રાજીનામું આપવાની શરુઆત કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી વધુ ખરાબ થવા પામી છે. કોંગ્રેસના કારમા પરાજય બાદ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરના કોંગ્રેસના શહેર પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં છે.
રાજ્યની 6 મહાનગર પાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે જેમાં વડોદરા પણ બાકાત નથી. વડોદરામાં કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી છે. જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતુ. કોંગ્રેસના સુપડા સાફ થતા કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વડોદરા મહાનગરપાલિકાની કુલ 76 બેઠકો માંથી કોંગ્રેસને ફાળે માત્ર 7 બેઠકો મેળવી હતી જયારે ભાજપના ફાળે 69 બેઠકો જતા ફરી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ધુરા સંભાળશે.
તો અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં પણ કોંગ્રેસને 192 માંથી માત્ર 15 બેઠકો મળી છે. જમોશી ભરી હાર બાદ કોંગ્રેસ શહેર પ્રમુખ શંશીકાત પટેલે પણ પોતાનું રાજીનામું આપ્યુ છે. અમદાવાદમાં કોંગ્રેસની કારમી હારની જવાબદારી શશીકાંત પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે. ટિકિટ ફાળવણીમાં પણ અમદાવાદમાં કોંગ્રેસમાં ભારે હોબાળો થયો હતો. કાર્યકરોમાં ભારે નારાજગી પેદા થઈ હતી. ખુદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખના હાથમાં રાજીનામું ધરી દીધું હતું. આ વખતે કોંગ્રેસને અમદાવાદમાં અડધાથી પણ ઓછી સીટો મળી છે અને પક્ષના દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયા છે, જેથી શહેર પ્રમુખ શશિકાંત પટેલે રાજીનામું આપી દીધું છે.
સુરતમાં કોંગ્રેસને ચૂંટણીમાં જોરદાર ઝટકો લાગ્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. તેવામાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામાની વણજાર થઇ રહી છે. અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખના રાજીનામા બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધર્યુ છે. કોંગ્રેસને જનતાએ જોરદાર ઝટકો આપ્યો છે જે બાદ બાબુ રાયકાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે. સાથે જ તેમણે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલી કારમી હારની જવાબદારી સ્વીકારી છે.
ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. કોંગ્રેસની કારમી હાર થઇ છે. જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી પણ હારી જતા તેઓએ જનતાના ચૂકાદાને માથે ચઢાવીને રાજીનામું આપ્યુ છે. હારની જવાબદારી સ્વીકારી જણાવ્યું કહ્યું છે કે અણધાર્યાં પરિણામથી દુઃખ સાથે ખેદની લાગણી અનુભવું છું. રાજકોટમાં મહાનગરપાલિકાની 72 બઠકમાંથી ભાજપે 68 બેઠક કબ્જે કરી છે અને કોંગ્રેસનો રકાસ થવાથી શહેરના પ્રમુખ અશોક ડાંગરે રાજીનામુ આપ્યું છે.
READ ALSO
- બનાસકાંઠા માસ્ક કૌભાંડ પહોંચ્યું દે. સીએમ ઓફિસ, નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ
- અરવલ્લી: હજારો રોકાણકારોને લાખોનું ફુલેકુ ફેરવી ફરાર થનાર 3ની થઇ ધરપકડ
- ગરીબ અને અસક્ષમ બાળકોને મળશે સોનેરી તક, બિહારના આનંદકુમારે સુરતમાં શરૂ કરી એકેડમી
- બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષ: વાયુસેનાએ આ રીતે બોલાવ્યો હતો આંતકીઓનો ખાત્મો, વીડિયો જાહેર કરી ઘટનાની યાદ અપાવી
- ડિજિટલ યુગ: દેશના પોલીસ અને ટ્રાફિક વિભાગને મળશે હાઈટેક ગિફ્ટ, અપરાધીઓ ચેતી જજો