GSTV
Gujarat Government Advertisement

સુરત/ તૌકતે વાવાઝોડાની અસર બપોર પછી દેખાવાની શરૂ થઈ, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

વરસાદ

Last Updated on May 16, 2021 by pratik shah

સુરતમાં તૌકતે વાવાઝોડાની અસર બપોર પછી દેખાવાની શરૂ થઈ ગઈ છે. શહેરમાં ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. અચાનક આવેલા વરસાદને કારણે સુરતીઓ દોડતા થયા હતા. વાવાઝોડાને કારણે સુરત સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી.  સુરત શહેરમાં આજે સવારથી જ વરસાદ પડું પડું થતો હતો, પરંતુ વરસાદના બદલે વાદળિયું હવામાન સાથે ગરમ પવન ફૂકતા શહેરીજનો ભારે અકળામણ અનુભવી રહ્યા હતા. દરમિયાન ચાર વાગ્યે અચાનક પવનની સાથે વરસાદ શરૂ થયો હતો.

વાતાવરણ મા ઠંડક

વરસાદના કારણે વાતાવરણ મા ઠંડક પ્રસરતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. સાથે જ ડાંગરનો પાક લઈ રહેલા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું. તો કેરીના પાકને પણ નુકસાન થયા ના અહેવાલ મળ્યા છે.

તૌકતે વાવાઝોડાનું સંકટ

ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગ વધી રહ્યું છે. વાવાઝોડાના કારણે રાજ્યના અને વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!