GSTV

સુરતમાંં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સુરતવાસીઓને મળી અસહ્ય ઉકળાટમાંથી રાહત

વરસાદ

સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં આજે વરસાદનું એક ટીપુય પણ પડયું નહોતું. દિવસભર વાદળીયુ હવામાન સાથે જ અસહય ગરમી, ઉકળાટનું મૌજુ ફરી વળ્યુ હતુ. જોકે, મોડીસાંજે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર ઝાપટા પડયા હતા.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ હતી. પરંતુ આજે સુરત શહેર અને જિલ્લામાં આખો દિવસ હમણા ધોધમાર વરસાદ ઝીંકાશે, તેવુ વાતાવરણ બન્યુ હતુ. પરંતુ વરસાદ નહીં વરસતા શહેરીજનો અને ખેડુતો નિરાશ થઇ ઉઠયા હતા. જોકે, મોડીસાંજે શહેરના અનેક વિસ્તારોમાં છુટક છુટક ધોધમાર ઝાપટા વરસ્યા હતા. આજે સુરતમાં ગરમીનો પારો એક ડિગ્રી ઉપર ઉઠીને ૩૩.૬ ડિગ્રી નોંધાયો હતો. જયારે લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા, હવાનું દબાણ ૦૯૯૧.૩ મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના ૮ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

Read Also

Related posts

શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ શાળા સંચાલક મંડળે કહ્યું, અમને ન્યાયાલય પાસે અનેક આશાઓ હતી

Nilesh Jethva

ફી મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું, જો યોગ્ય તપાસ નહીં થાય તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!