સુરત જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી ધબધબાટી બોલાવ્યા બાદ આજે બપોર પછી મેઘરાજાએ બ્રેક પાડતા આકાશમાં કાળા ડિંબાગ વાદળોના બદલે સૂર્યદેવતા પ્રગટ થતા શહેરીજનો, ખેડુતોએ રાહતના શ્વાસ લીધા હતા.તો આજે બપોર સુધીમાં ઉમરપાડા તાલુકામાં ૩ ઇંચ સહિત તમામ તાલુકા અને સુરત શહેરમાં વરસાદી પાણી પડયુ હતુ.
જાણો ક્યાં કેટલો વરસાદ
હવામાન વિભાગ દ્વારા બે દિવસ ૨૧ અને ૨૨ ઓગસ્ટ ભારે વરસાદની આગાહી કરતા આગાહી મુજબ જ વરસાદ ઝીંકાયો હતો.બે દિવસના બદલે ચાર દિવસ સુધી ભારે વરસાદ નોંધાયો હતો.જેમાં સોમવારે દિવસના સવારે છ વાગ્યાથી લઇને બપોરે ૪ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં ઉમરપાડામાં ૩ ઇંચ, બારડોલી ૨.૫ ઇંચ, માંડવીમાં ૨ ઇંચ સહિત તમામ તાલુકા અને સુરત શહેરમાં વરસાદ વરસ્યો હતો.

બપોરે ચાર વાગ્યા સુધી વરસાદ વરસ્યા બાદ આકાશમાંથી અચાનક વાદળો ગાયબ થઇ જવાની સાથે જ બે અઠવાડિયા પછી તડકો પડયો હતો. ઉધાડ નિકળતા ખેડુતો અને શહેરીજનોએ નિરાંત અનુભવી હતી.
Read Also
- વડોદરાના જાંબુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત
- બજેટ 2021-22 : સરકાર ખેડૂતો માટે લઇ શકે આ નિર્ણય, કૃષિ દેવાનું લક્ષ્ય આટલા કરોડ સુધી પહોંચે તેવી શક્યતા
- અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા
- આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી
- ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન, જાણો શું છે આ અંધશ્રદ્ધા પાછળની કહાણી…