GSTV

રેલવેમંત્રીના જ મતવિસ્તારમાં પ્લેટફોર્મ ટિકિટના નામે ઉઘાડી લૂંટ, 50 રૂપિયા વસૂલાતા ઉઠ્યો વિરોધનો સૂર

Last Updated on July 29, 2021 by Dhruv Brahmbhatt

કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશના શહેર સુરતમાં જ રેલવે પ્લેટફોર્મ ટિકિટના રાજ્યના સૌથી ઉંચા દર જોવા મળી રહ્યાં છે. રેલવે મંત્રી દર્શના જરદોશના સંસદીય મત વિસ્તારમાં આવતાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકીટના દર રૂ. 50 ઠરાવવામાં આવતાં વિરોધ ઉઠ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સ અને સિટીઝન ડેવલોપમેન્ટ ફોરમે આ ભાવ વધારાનો વિરોધ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે એમ જણાવ્યું છે.

અમદાવાદ, વડોદરા સહિત બીજા સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ ટિકિટનો દર 30 રૂપિયા

પશ્ચિમ રેલવેના અમદાવાદ, વડોદરા સહિત બીજા સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ. 30 છે, તો સુરતમાં કેમ રૂ.50 રાખવામાં આવ્યા ? એવો પ્રશ્ન ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ ઉઠાવી ડીઆરએમને રજુઆત કરી ભાવ તાત્કાલિક ઘટાડવા માગણી કરી હતી. ઙીઆરએમએ જો કે ઘટતું કરવાની ખાતરી આપી છે.

સુરત રેલ્વે સ્ટેશને ભીડભાડ નહીં થાય તે હેતુથી પ્લેટફોર્મ ટિકિટના દર રૂ. 50 કરવામાં આવ્યાં છે એવી દલીલ કરવામાં આવી રહી છે. હકીકતમાં તો એવી કોઈ સુવિધા રેલવે ઓથોરિટી તરફથી આપવામાં આવતી નથી. રેલવેમંત્રી સુરતના હોવા છતાં તેમનાં મતક્ષેત્ર વિસ્તારના સ્ટેશન માટે આવો નિર્ણય કરીને મુલાકાતીઓને મોટી ભેટ આપવામાં આવી છે, એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.

Rupees

અગાઉ સુરત સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટનો ચાર્જ રૂ.10 હતો. માર્ચ મહિનામાં પશ્વિમ રેલવેએ વધારીને રૂ. 50 કર્યો હતો. જો કે, કોરોનાને લીધે પ્લેટફોર્મ ટિકિટ ઇસ્યુ કરાતી નહોતી. હવે રૂ.50 લઇ પ્લેટફોર્મ ટિકિટ ઇસ્યુ કરવાનું શરૃ કરાયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!