GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

3 હજાર કરોડ લીટર પાણીનો છંટકાવ છતાં આગ બેકાબૂ, બિલ્ડીંગ કરાશે સીલ

સુરતની રઘુવીર માર્કેટની ભીષણ આગ ઈમારતના સ્ટ્રકચરને ચીરી બહાર નિકળી છે. વિકારળ આગ હવે માર્કેટની બાજુમાં આવેલી ઈમારતમાં પણ પ્રસરી છે. આગની ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ૧૧૦ જેટલી ગાડી અને ૩00 જેટલા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સવારથી બપોરના એક વાગ્યા સુધીમાં 3 હજાર કરોડ લીટર પાણીનો મારો ચલાવવામં આવ્યો છે. આગ અંગેની જાણ થતા કલેક્ટર ધવલ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ બેકાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો.

  • સુરત આગને કાબીમાં લેવા માટે એનડીઆરએફની મદદ લેવાઈ
  • બિલ્ડીંગની બીયુ મંજૂરીને રદ કરી દેવાઇ
  • આગ બૂઝાયા બાદ વહીંવટીતંત્ર બિલ્ડીંગને કરી દેશે સીલ
  • વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ સલવાઈ જશે

આ પહેલા આઠમી જાન્યુઆરીએ 13 માળની આ રઘુવીર માર્કેટમાં આગની ઘટના બની હતી. ત્યારે ફરીવાર રઘુવીર માર્કેટ આગની ઝપેટમાં આવી ગયુ. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગે 3 હાઈડ્રોલિક ક્રેન, લેંડર મશીન ,બ્રાઉઝર મશીનની મદદ લીધી અને પાણીનો મારો ચલાવવ્યો પરંતુ આગ પર કાબૂ મેળવાયો નથી.

વધારાની ફાયરની ગાડીઓ સહિત સ્ટાફ ઘટના સ્થળે

સુરત બાદ હજીરાના ઔધોગિક એકમો પાસેથી વધારાની ફાયરની ગાડીઓ સહિત સ્ટાફને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે આગ વહેલી સવારે ચાર વાગ્યે લાગી હતી. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ માર્કેટમાં 600 જેટલી દુકાનો આવેલી છે. દુકાનોમાં લગાવવામાં આવેલા એસીના કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ વધુ લાગી રહી છે.

સળગતા સવાલ

  • આગ માટે કોણ જવાબદાર?
  • વારંવાર આગ લાગે છે તો ફાયર સેફ્ટીની કેમ નથી કરવામાં આવતી યોગ્ય વ્યવસ્થા?
  • પહેલા આગ લાગી હતી તો કેમ ફરી બેદરકારી દાખવવામાં આવી?
  • ફાયર વિભાગ દ્વારા આવા યુનિટ સામે કેમ નથી કરાતી કડક કાર્યવાહી?

માર્કેટના સ્ટ્રક્ચર સામે સવાલ

આગ લાગતા ફાયર ચીફ ઓફિસર સહિત પાલિકાના ડેપ્યુટી કમિશનર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગમાં માર્કેટના સ્ટ્રક્ચર સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. બહારથી કરવામાં આવેલા સ્ટ્રક્ચરને લઈ આગ પર કાબુ મેળવવામાં મુશકેલી પડી રહી છે. ત્યારે સવાલ એ પણ છે કે, સુરત મહાનગરપાલિકાની હદ બહાર માર્કેટ હોવાથી જિલ્લા પંચાયત દ્વારા સ્ટ્રક્ચરની પરવાનગી આપવામાં આવી હતી કે નહીં.

Read Also

Related posts

22 ઓગસ્ટે લેવાનાર ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવા આ ધારાસભ્યએ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

Nilesh Jethva

ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

બુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!