GSTV

લ્યો બોલો! ખાનગી હોસ્પિટલે કોરોના દર્દીઓ માટે આવી જગ્યાએ બનાવ્યાં બેડ,સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

કોરોના

Last Updated on June 29, 2020 by Bansari

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં ખાનગી હોસ્પિટલે મ્યુનિ. સાથે કરાર કરીને ગોડાઉનમાં કોવિડ કેર હોસ્પિટલ બનાવાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. હોસ્પિટલના બદલે ગોડાઉનમાં નવા બેડ ઉભા કરવાની નીતિ સામે વિરોધ થયો હતો. સ્થાનિકોના વિરોધ બાદ પોલીસ અને મ્યુનિ.ના અધિકારી-પદાધિકારીઓ સ્થળ પર આવ્યા હતા.

ગોડાઉનને હોસ્પિટલમાં તબદીલ કર્યુ

મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં કેલાસનગર શંખેશ્વર ટાવર પાછળ આવેલી આશુતોષ હોસ્પિટલે મ્યુનિ. સાથે ૫૦ ટકા બેડ એટલે હોસ્પિટલના 100 બેડમાંથી 50 બેડ કોવિડ માટે આપવાનો કરાર કર્યો છે. હોસ્પિટલે મ્યુનિ. સાથેના કરારને પુરો કરવા માટે હોસ્પિટલમાં બેડના બદલે શંખેશ્વર કોમ્પ્લેક્ષ અને સંસ્કૃતિ એપાર્ટમેન્ટના રસ્તા સાથે જોડાયેલા ગોડાઉનને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાનું શરૃ કરતાં વિરોધ ઉભો થયો હતો.સ્થાનિક રહીશોએ હોસ્પિટલને બદલે ગોડાઉનમાં કોવિડ હોસ્પિટલ બનવા સામે આક્રમક વિરોધ કરીને હોબાળો મચાવી દીધો હતો.

કોરોના

આ હોબાળાના કારણે મ્યુનિ.ના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે પોલીસ પણ પહોંચી ગઈ હતી. ડે. મેયર નિરવ શાહે બન્ને પક્ષની વાત સાંભળી અને હોસ્પિટલને 50 કોવિડના બેડ હોસ્પિટલમા ંજ બનાવવા માટેની સુચના આપી છે. ડે. મેયરે સ્પષ્ટ કહ્યું કે, કોવિડના બેડ હોસ્પિટલમાં જ રાખવા પડશે. લોકોના આરોગ્ય સામે ખતરો થાય તેવી કોઈ કામગીરી ચલાવી લેવામા આવશે નહીં. મ્યુનિ. તંત્રની ખાતરી બાદ લોકોનો રોષ શાંત પડયો હતો અને હોસ્પિટલ સંચાલકોએ પણ કોવિડના બેડ હોસ્પિટલમા ંજ બનાવવા માટેની ખાતરી આપી હતી.

Read Also

Related posts

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari

વાહ / હવે વોટ્સઅપ દ્વારા પણ ડિમેટ એકાઉન્ટ ખોલી શકાશે, IPO એપ્લિકેશન કરવા માટે આ છે રીત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!