અલ્પેશ કથિરીયાને પકડવા સુરત પોલીસના ધમપછાડા, સોશિયલ મીડિયાથી આવી આકરી પ્રતિક્રિયા

અલ્પેશ કથિરીયા સામેના રાજદ્રોહ કેસમાં તેની જામીન રદ થઇ છે. જે બાદ તે ફરાર છે. ત્યારે અલ્પેશ કથિરીયાની ધરપકડ માટે સુરત પોલીસે ગતિવિધિ તેજ બનાવી છે. અલ્પેશની શોધખોળ માટે પોલીસ દ્વારા તેના વતન અને ઘર તેમજ ગામના સરપંચ સહિત સબંધીઓના ત્યાં તપાસ શરૂ કરી છે. સબંધીઓના પણ નિવેદનો પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. અલ્પેશ કથિરીયાના મોટા ગોખરવાળા ગામે સુરત ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

તો બીજી તરફ અલ્પેશે સોસીયલ મીડિયા મારફતે પ્રતિક્રીયા આપી હતી. જેમાં તેણે પોલીસ ખોટી રીતે સંબંધીઓને હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. અલ્પેશ કથિરીયાને શોધતી પોલીસે તેના ગામના સરપંચના નિવેદન લીધા છે. આ ઉપરાંત મામા- મામી, બહેન સહિત સબંધીઓના ત્યાં સર્ચ કરવામાં આવ્યું હોવાની વાત પણ અલ્પેશે કરી છે. અલ્પેશે પોતાની પ્રતિક્રીયમાં કહ્યું કે શા માટે આ રીતે કુટુંબ સામે બદલાની રાજનીતિ રમાઇ રહી છે.

અલ્પેશે કહ્યું છે કે રાજદ્રોહ કેસમાં ખોટી રીતે જામીન રદ કરાવી અને ખોટી રીતે ધરપકડ કરવા જે પ્રયાસ કરી સંબંધીઓને હેરાન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેને હું સખ્ત શબ્દોના વખોડું છું. સાથે અલ્પેશે કહ્યુ કે હું બે હાથ જોડીને વિન્નતી કરું છું કે કુટુંબની રાજનીતિ અને બદલાની રાજનીતિ નહીં રમે. નહીંતર આવનાર સમયમાં ઉગ્ર પરિણામ ભોગવવા ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter