આજથી સુરતમાં પણ રાત્રીના નવથી સવારના છ સુધી કર્ફયુ લાગુ કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી કર્ફયુના અમલવારીની માહીતી આપી હતી. અત્યંત જરૂરિયાત વિના કોઈ પણ બહાર ન નીકળે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન પ્રમાણે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ.
કર્ફયુમાંથી જીવન આવશ્યક સેવાને મુક્તિ આપવામાં આવી હતી. પોલીસે લોકોને રાતના નવ વાગ્યા સુધી પોતાના ઘરે પહોંચી જવા અપીલ કરી હતી. સુરતના તમામ નાગરિકોએ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. રાત્રે 9 થી સવારના 6 વાગ્યા દરમિયાન લોકો લગ્નનું આયોજન કરી શકશે નહીં. જો જરૂરી હોય તો પોલીસ મથકમાંથી લગ્નના આયોજન અંગેની મંજૂરી લેવાની રહેશે.
READ ALSO
- 5 દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા : 3300 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, બજેટ પહેલાં રાખજો સાવધાની નહીં તો મર્યા
- બજેટ પહેલાં PSU કંપનીઓના ખાનગીકરણની પૉલિસીને કેબિનેટની લીલી ઝંડી, જાણો તેની શું અસર થશે?
- હોલિવૂડમાં લગનીયા લેવાયા: જગપ્રખ્યાત મોડલ પામેલાએ છઠ્ઠીવાર કર્યા લગ્ન, આ વખતે પોતાના જ બોડીગાર્ડને બનાવ્યો મનનો માણિગાર
- પત્ની હતી ગર્ભવતી આવેશમાં આવીને પતિએ કર્યું એવું કામ કે પોલીસે ધકેલી દીધો જેલના સળિયા પાછળ
- ચકચાર/ અમેરિકામાં એક ભારતીય તબીબે એક મહિલા ડોક્ટરની ગોળી મારીને જાતે કરી લીધો આપઘાત, કેન્સરથી હતા પીડિત