GSTV
Home » News » સુરત : મોડી રાત્રે પોલીસ એક હોટલમાં પહોંચી અને જોયું તો આંખો ફાટીની ફાટી રહી ગઈ…

સુરત : મોડી રાત્રે પોલીસ એક હોટલમાં પહોંચી અને જોયું તો આંખો ફાટીની ફાટી રહી ગઈ…

રાજ્યમાં એક તરફ દારૂબંધીને લઇ રાજકારણ ગરમાયું છે ત્યારે બીજી તરફ સુરતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. સુરતના ભટાર વિસ્તારમાં આવેલી એક હોટલમાં દારૂની પાર્ટી કરતા અગિયાર લોકોની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. ડીસીપી ઝોન – 4 ની સીધી સૂચના બાદ હોટેલ પર મોડી રાત્રે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસ પકડમાં આવેલા શખ્સોમાં કોઈ સામાન્ય વર્ગના નહીં પરંતુ તબીબ,વેપારી અને ડાયમંડ ક્ષેત્રે સંકળાયેલા લોકોની કરવામાં આવી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત ના ભટાર વિસ્તારમાં બતરા હોટેલ આવેલ છે.આ હોટેલ પર કેટલાક લોકો દારૂના નશામાં હોવાની માહિતી ડીસીપી ઝોન – 4 ના અધિકારીને મળી હતી. જેથી ડીસીપી ની સીધી સુચના હેઠળ ખટોદરા પોલીસે અહીં છાપો મારી અગિયારથી વધુ લોકોને ઝડપી પાડયા હતા. ત્યારે આ મામલે ખટોદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય, આગામી 3 દિવસમાં આ જિલ્લામાં પડશે વરસાદ

Mayur

કંસારાકુઈના સમ્રાટે પ્રથમ ક્રમાંક મેળવી વધાર્યું ગુજરાતનું ગૌરવ, એક કરોડ રૂપિયાની લાગી બોલી

Mayur

લસણ કરતાં કાજુ, બદામ ખાવા સસ્તા, મધ્યમવર્ગ તો દૂરથી જોડી રહ્યો છે બે હાથ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!