GSTV
Gujarat Government Advertisement

સુરત : પોલીસ કંઈ નથી ભૂલતી, લૂંટની ઘટનાના આરોપીને 21 વર્ષ બાદ પકડ્યો

Last Updated on March 14, 2020 by Mayur

સુરત ક્રાઈમબ્રાંચે 21 વર્ષથી નાસતા ફરતા લૂંટના આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીનું નામ અજય પાલ હોવાનું સામે આવ્યો છે. અને આરોપી જે તે સમયે જ્યા કામ કરતો હતો ત્યાજ તેણે લૂંટને અંજામ આપ્યો હતો. અને તે સમયે આરોપીએ તેના અન્ય 6 સાગરીતો સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીએ વોચમેનને બંધક બનાવીને પગારના દિવસે તેના સાગરીતો સાથે લૂંટને અંજામ આપ્યો હતો. આ આરોપી છેલ્લા ઘણાં સમયથી નાસતો ફરતો હતો. ઉપરાંત આરોપીએ ગત વર્ષે સચિન જીઆઈડીસી વિસ્તારમાં પણ જસમીન સિલ્ક નામની ફેક્ટરીમાં 4.70 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. જોકે હાલ આ આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. અને તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

6 સાગરીતો સાથે મળી લૂંટની ઘટનાને આપ્યો હતો અંજામ

‘અપરાધી ચાહે કહાં ભી છીપ જાયે, લેકિન પુલીસ કે હાથ અપરાધી તક પહોંચ હીં જાતે હૈ’ હિન્દી ફિલ્મના આ ડાઈલોગને સુરત પોલીસ માટે સાર્થકરૂપ બન્યો છે. એકવીસ વર્ષ જુના લૂંટ અને ધાડના ગુનામાં ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. પોતાના અન્ય છ જેટલા સાગરીતો સાથે મળી એકવીસ વર્ષ અગાઉ આરોપીએ સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ફેકટરીમાં જ્યાં તે કામ કરતો હતો. ફેકટરીનાં વોચમેનને બંધક બનાવી ચાર લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે લૂંટની આ ઘટનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી ચુકી હતી.

ફેક્ટરીના વોચમેનને બંધક બનાવ્યો હતો

આરોપી રામચરણ ઉર્ફે અજય પાલે પોતાના અન્ય છ જેટલા સાગરીતો સાથે મળી ફેક્ટરીના વોચમેન ને રાત્રી દરમ્યાન બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી રામચરણ ઉર્ફે અજય પાલ ફેકટરીમાં સાત માસ નોકરી કરી ચુક્યો હતો.જ્યાં નોકરી છોડ્યા બાદ પોતાના સાગરીતો સાથે મળી પગાર ના દિવસે જ બેધડક લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.

પોલીસથી બચતો ફરતો હતો

આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓને અગાઉ ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી રામચરણ સહિત અન્ય ત્રણ આરોપીઓ નાસ્તા – ફરતા ફરી રહ્યા હતા. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચે મળેલ માહિતીના આધારે સચિનના કનકપુર કનસાડ રેલવે ગરનાળા નજીકથી આરોપી રામચરણ ઉર્ફે અજય પાલને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપી છેલ્લા 21 વર્ષથી સચિન વિસ્તારમાં જ રહેતો હતો.જો કે હમણાં સુધી પોલીસને તે અંગેની જાણકારી ના મળતા તે પોલીસથી બચતો ફરી રહ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!