સુરતના ઉધના વિસ્તારમાં BRTS રૂટમાં બસે માસૂમ બાળકી સહિત ત્રણ જણાને કચડ્યા છે. જેમાંથી ત્રણ વરસની બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ અકસ્માતને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોના ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઇ ગયો હતો. જો કે આ કોઈ પહેલી ઘટના નથી. સુરત, વડોદરા અને અમદાવાદમાં પ્રતિ મહિને આવી ઘટના સામે આવે છે. જ્યારે અમદાવાદના રસ્તાઓ પર AMTS અને BRTSના કારણે વાર્ષિક 90 જેટલા લોકો પોતાનો જીવ ગૂમાવે છે. આટલા કિસ્સાઓ બાદ પણ કોર્પોરેશનનું તંત્ર પોતાના ડ્રાઈવરને કેમ કોઈ સૂચના અને લગામ નથી લગાવતા તેનો જવાબ કોણ આપશે.