સુરતઃ પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાના પરિવાર માટે આવ્યા ખૂશીના સમાચાર

અંતે અલ્પેશ કથિરીયાના જામીન મંજૂર થયા છે. અમદાવાદમાં કેસમાં જામીન મળ્યા બાદ સુરતના રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરીયા જેલમાં હતો. ત્યારે હવે સુરતના રાજદ્રોહ કેસમાં પણ અલ્પેશ કથિરીયાને જામીન મળતા અલ્પેશની જેલ મુક્તિનો માર્ગ મોકળો થયો છે. જામીન અરજીની સુનવણી પૂર્વે અલ્પેશને અમદાવાદથી પોલીસ જાપ્તા સાથે સુરતની લાજપોર જેલ લવાયો હતો. હવે સુરતના અમરોલી ખાતેના રાજદ્રોહના કેસમાં અલ્પેશને જામીન મળ્યા છે. પરંતુ હજુ અમરોલી ખાતે અલ્પેશ વિરુદ્ધ કલમ 307 મુજબનો ગુનો નોંધાયેલો છે. જે ગુનામાં અલ્પેશની ધરપકડ બાદ આ કેસમાં અલ્પેશ દ્વારા જામીન અરજી કરવામા આવશે.

અલ્પેશ કથીરીયાને જામીન મળતા તેના પરિવારમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અલ્પેશના જામીન માટે લાંબા સમયથી લડત ચલાવતા પાટીદાર આગેવાનોએ પણ GSTV સાથેની વાતચીતમાં ખૂશીની જાહેરાત કરી છે. ત્યારે રક્ષા બંધનના દિવસે પણ અલ્પેશ કથિરીયાને રાખડી બાંધવા આવેલી તેની બહેનને મંજૂરી ન આપતા નારાજગી ફેલાઈ હતી. 

હાલ અલ્પેશ કથિરીયા સુરતમાં છે. થોડા સમય અગાઉ જ તેને અમદાવાદની સાબરમતી જેલથી સુરત ખાતે ટ્રાન્સફર કરી દેવાયો હતો. તો બીજી તરફ અલ્પેશના સાથીદાર દિનેશ બાંભણીયાએ હાર્દિક પર આક્ષેપો કર્યા હતા કે તે અલ્પેશનો મુદ્દો ભૂલી ચૂક્યો છે. જે બાદ દિનેશ બાંભણીયાએ અમદાવાદની એક હોટલમાં હાર્દિક સહિત પાસના નેતાઓને સાથે રાખીને એક મિટિંગ પણ બોલાવી હતી અને જ્યા હોટલ માલીકે હંગામો કરી અને મિટિંગ પણ નામંજૂર કરી દીધી હતી. તો આ બધા મુદ્દા બાદ અલ્પેશ કથિરીયાને જામીન મંજૂર થતા તમામ પાટીદારોમાં ખૂશીનો માહોલ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter