GSTV

BIG NEWS: સુરતનાં પાંડેસરા વિસ્તારની જીઆઈડીસીમાં મિલમાં ભીષણ આગ, 13થી વધુ ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે બ્રિગેડ કોલ જાહેર: લોકોમાં નાસભાગ મચી

Last Updated on November 27, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના સુરતમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરતનાં પાંડેસરા વિસ્તારની જીઆઈડીસીમાં રાણી સતી મિલમાં ભીષણ આગનો બનાવ બન્યો. આગ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. જેથી આસપાસનાં ફાયર સ્ટેશનોની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂ કરવાનો પ્રયાસ હાથ ધર્યો.

મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ

ફાયર વિભાગની રૅક્યૂ ટીમે આગમાં સપડાયેલા ત્રણ લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. શ્વાસ રૂંધાતા તેમને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જો કે, મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. આગ એટલી વિકરાળ હતી જેથી લોકોમાં નાસભાગ મચી હતી.

પાંડેસરા GIDC મિલમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ડાઈંગ પ્રિન્ટીંગની અંદર આગ એકાએક ભભૂકી ઉઠતા જોતજોતામાં આગે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ હતી કે, બે કિમી દૂરથી પણ તેના ધુમાડા દેખાઈ રહ્યા હતા. આગ લાગતા આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો હતો. એકાએક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં દોડાધામ મચી ગઈ હતી.

પાણીનો મારો કરી આગને કાબૂમાં લાવવામાં આવી

પાંડેસરા GIDCની રાણી સતી ડાઈંગ મિલમાં આગ લાગતા ફાયર વિભાગે પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો. આગને કાબૂમાં લેવાના પ્રયાયો અહીં શરૂ કરવામાં આવ્યા હતા. ડાઈંગ પેઈન્ટીંગની અંદર જે કેમિકલ અને યોર્નનો ઉપયોગ થાય છે. તે પેટ્રોલિયમ પદાર્થોની તૈયાર થતો હોય છે અને તેના કારણે તે ખૂબ જ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ પર પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે, તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો કર્યો ઉપયોગ.

આજૂબાજૂમાં કામ કરતા કામદારોના ટોળા ઉમટી પડ્યા

શહેરની વિવિધ ફાયર સ્ટેશનોની ગાડીને રવાના કરી દેવામાં આવી હતી. કંપનીમાં યાર્ન અને અન્ય વસ્તુને ધીમે ધીમે બહાર કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પાંડેસરા GIDCની અંદર ભીષણ આગ લાગતાની સાથે આસપાસના કારખાનામા કામ કરતા કામદારોને ટોળા પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આગ લાગવાનું કારણ પણ હજૂ જાણવા મળ્યુ નથી. ફાયર વિભાગે હાઈડ્રોલિક પ્લેટફોર્મવાળી ગાડીઓનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

READ ALSO

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!