સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરાયેલી બાળકી મળી આવતા પરિવારને હાશકારો

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરાયેલી 9 વર્ષની બાળકી મળી આવી છે. ઉન પાટિયા નજીક આવેલા ભીંડી બજાર પાસે બાળકીના ઘર નજીકથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતુ. ચોથી ફેબ્રુઆરીએ પાંડેસરા પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અપહરણકારો બાળકીને આણંદ તરફ લઈ ગયા હતા. જોકે મોડી રાત્રે સચિન GIDC પોલીસને બાળકી મળી આવતા તેને પરિવારને સોંપી દેવાઈ છે. પોલીસે બાળકીના અપરણકર્તાઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે. પોલીસની અલગ અલગ ટીમો અપહરણકર્તાઓને શોધવા કામે લાગી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter