GSTV
Home » News » સુરતના પાંડેસરામાં SMC સંચાલિત કોમ્પલેક્સમાં અજાણ્યા યુવકની હત્યા, લોકોમાં ભયનો માહોલ

સુરતના પાંડેસરામાં SMC સંચાલિત કોમ્પલેક્સમાં અજાણ્યા યુવકની હત્યા, લોકોમાં ભયનો માહોલ

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત કોમ્પલેક્સમાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારબાદ તે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે મામલે પોલીસે સગીર વયના કિશોર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક યુવકના હાથ પર સુરેન્દ્ર યાદવ નામનું છુંદન મળી આવ્યું છે. જેના પરથી પોલીસે યુવકની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. આરોપીએ સગીર વયના કિશોર સાથે મળી યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. રાત્રીના બે વાગ્યાના અરસામાં મૃતક અને આરોપીઓ વચ્ચે કોમ્પ્લેક્ષમાં સુવા બાબતે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ આરોપીઓએ બોથડ પદાર્થ વડે યુવકની ક્રુરતાપર્વક હત્યા કરી નાંખી હતી.

READ ALSO

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!