GSTV

BIG BREAKING : સુરતના કેમિકલ ગોડાઊનમાં ભીષણ આગ, ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, કેમિકલની ફેક્ટરીમાં આગ કયા કારણે લાગી તે અંગે કોઈ કારણ બહાર આવ્યુ નથી.

લોકોમાં અફરાતફરીનો માહોલ

કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાને કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતનો આ વિસ્તાર ઈન્ડસ્ટ્રીયલ સાથે સંકળાયેલો હોવાના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બીજી તરફ ફાયર વિભાગ દ્રારા પાણીનો યુદ્ધના ધોરણે મારો ચલાવવામાં આવ્યો હતો. પણ આગ એટલી ભીષણ લાગી રહી છે કે આગ વધારે ને વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આસપાસના લોકો પણ આ વિકરાળ આગને જોઈ ભાગવા લાગ્યા હતા. નજીકમાં રહેતા લોકોને પણ આગે ઝપેટમાં લેતા શ્વાસ રૂંધાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આગ સાડા અગિયારની આસપાસ લાગી હોવાનું ફાયર વિભાગના જવાનોએ પણ જણાવ્યું હતું.

Read Also

Related posts

લોકડાઉનનો પિરીયડ વધવા મામલે સરકારે કરી મોટી જાહેરાત, જાણી લો ક્યાં સુધી દેશ રહેશે લોકડાઉન

Karan

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

CORONAએ જગત જમાદારને ઘૂંટણિયે પાડી દીધો : મહાસત્તા પણ હારી ગઈ, વિશ્વમાં સૌથી વધુ કોરોનાનો કહેર અમેરિકામાં

Karan
Do NOT follow this link or you will be banned from the site!