GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

મૂશળધાર/ સુરતના પલસાણા-બારડોલી સહિત આ તાલુકાઓમાં દેમાર 7થી 9 ઇંચ વરસાદ, અનેક ગામો સંપર્ક વિહોણા

વરસાદ

સુરત જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટના મેઘરાજા એ ભારે મહેર કરતા ૨૪ કલાકમાં પલસાણામાં ૯ ઇંચ, બારડોલીમાં ૭ ઇંચ સહિત તમામ તાલુકામાં દેમાર વરસાદના કારણે જિલ્લામાં જળબંબાકાર સર્જતા અનેક ગામો સંપર્ક વિહોણા થતાં તત્ર દોડતું થયું હતું.

વરસાદ

ફ્લડ કંટ્રોલના પ્રવક્તાના જણાવ્યા મુજબ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા મનમુકીને વરસતા સુરત શહેર અને જીલ્લાના તમામ તાલુકામાં દેમાર વરસાદ ઝીંકાયો છે ૧૫ મી ઓગસ્ટના સવારે થી શરૂ થયેલ વરસાદ દિવસ અને રાત્રીના પણ એકધારું વરસવાનું ચાલુ રાખતા ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ૨૪ કલાકમાં પલસાણા માં ૯ ઇંચ, બારડોલીમાં ૭ ઇંચ મહુવા અને માંડવીમાં ૫.૫ ઇંચ સહિત સમગ્ર જિલ્લામાં કુલ ૧૦૨૧ મી.મી અને સરેરાશ ૪ ઇંચ વરસાદ નોંધાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો જિલ્લામાં બારડોલી, પલસાણા, મહુવા અને માંડવીમાં નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થતાં લોકો અટવાયા હતા. ભારે વરસાદના પગલે વહીવટી તત્ર દોડતું થયું હતું. દરમ્યાન દિવસના વરસાદ ધીમો પડતા ગ્રામજનો અને વહીવટી તત્ર રાહત અનુભવી હતી.

વરસાદ

વરસાદ. ઇંચ

  • પલસાણા ૯.૦
  • બારડોલી. ૭.૦
  • મહુવા. ૫.૫
  • માંડવી. ૫.૫
  • ઉમરપાડા. ૪.૦
  • ચોર્યાસી. ૩.૫
  • માંગરોળ ૨.૦
  • કામરેજ. ૧.૫
  • ઓલપાડ. ૧.૦
  • સુરત શહેર. ૩.૦

Read Also

Related posts

શું 800 કરોડનું કૌભાંડ સરકારની મીલીભગત વગર શક્ય છે? વિપુલ ચૌધારી મુદ્દે શક્તિસિંહ ગોહિલના જોરદાર પ્રહાર  

Hemal Vegda

પંચમહાલ / શહેરાના સદાનપુરના સરપંચે પરિવાર સાથે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ, જાણો શું છે કારણ 

Hemal Vegda

અમદાવાદ / એલ.ડી. આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરી, પ્રિન્સિપાલને મારવા ખૂરશી ફેંકી, અન્ય વિદ્યાર્થીઓને પણ છરી બતાવી

Hemal Vegda
GSTV