સુરતઃ શહેરમાં સબસીડી યુક્ત યુરિયા ખાતરની ફરી કાળાબજારી ઝડપાઈ છે. સચિનના કેમિકલ ગોડાઉનમાંથી 54 બોરી યુરિયા ખાતર મળી આવી છે. આ મામલે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે.

વિગતવાર જોઈએ તો, પાંડેસરા અને પલસાણાની મિલમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર સપ્લાય કરાતું હોવાની વાત સામે આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે દરોડા દરમિયાન એકની ધરપકડ કરી છે.
દરોડા દરમિયાન કેમિકલ ગોડાઉનમાંથી 541 ખાલી બોરીઓ મળી આવી છે. નાયબ ખેતી નિયામક વિશાલ કોરાટ દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે રાંદેરના હિમાંશુ મુકેશચંદ્ર ભગતવાળા અને જથ્થો સપ્લાય કરનાર સામે ગુનો દાખલ કરાયો છે.
કેમિકલનો ધંધો કરતા હિમાંશુ ભગતવાળાની ધરપકડ કરવામાં આવી છે. હિમાંશુ ભગતવાળા સબસીડી યુક્ત યુરિયા ખાતરની બોરી 550 રૂપિયામાં ખરીદતો હતો, જેની સામે અન્ય મિલોમાં 750થી 800 રૂપિયાના ભાવે વેચાણ કરતો હતો. સબસીડી યુક્ત યુરિયા ખાતર કોની પાસેથી ખરીદતો હતો તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો