સુરતઃ વેસુમાં ત્રિવેણી દિક્ષા મહોત્સવ, 9 વર્ષની બાળવયે સંયમના માર્ગ પર

સુરતના વેસુ વિસ્તારમાં એક ભવ્ય ત્રિવેણી દિક્ષા મહોત્વસનું આયોજન કરાયું. જેમાં એક 9 વર્ષની બાળકી તેમજ અન્ય બે યુવતીઓ દ્વારા પણ દિક્ષા ગ્રહણ કરવામાં આવી. દિક્ષા લેનાર મુમુક્ષુમાં અમદાવાદની એક અને પુણેની બે મુમુક્ષોની સુરતમાં સંપન્ન થઇ છે. ખુબ જ વિશાળ મંડપમાં તમામને દિક્ષા આપવામાં આવી હતી. જેમાં 9 વર્ષની આયુષી કે જે પુણેની રહેવાસી છે. અને એટલી નાની ઉમરમાં તેણે દિક્ષા લીધી હતી. જયારે અન્ય બે યુવતી અંજલી અને આજ્ઞાએ પણ દિક્ષા લઇને સંસારને ત્યાગીને સંયમનો માર્ગ આપનાવ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter