સુરતઃ CCTVના આધારે કરોડોના હીરાની ચોકીદારી, છતાં આ ચોર કરી ગયો સફાઈ

સુરતમાં સ્પાર્કલ એક્ઝિબિશનમાં લાખો રૂપિયાના હીરાની ચોરીની ઘટના બાદ એક્ઝિબિશનમાં કડકના દાવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. એક્ઝિબિશનમાં તાજ ડાયમંડ નામના જવેલરી સ્ટોરમાં છ લાખના હીરાને સરકાવી એક શખ્સ ફરાર થઈ ગયો. ત્યારે ચોરીની ઘટનાને અંજામ આપવનાર શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે.

સીસીટીવીમા જોવા મળતો આ શખ્સ તમને ચોર નહીં લાગે પરંતુ આ તમે જે શખ્સને જોઈ રહ્યા છો એ શખ્સ ખરેખર ચોર છે. જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન સ્પાર્કલમાં કડક સુરક્ષા વચ્ચે 6 લાખ રૂપિયાના હીરાની ચોરી આ શખ્સ ફરાર થઈ ગયો જો કે, ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ચોરીની ઘટનાને અંજામ આપનાર આ શખ્સ નજર ચુકવીને હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયો.

એક્ઝિબિશનમાં સુરક્ષા માટે 348 સીસીટીવીથી નજર રખવામાં આવી રહી છે. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, લાખો રૂપિયાના હીરાની ચોરી કરવા પહેલાથી પ્લાનિંગ કરવામાં આવ્યુ હતું. નોઈડાના પી.એન મિશ્રા નામના શખ્સે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ચોરી કરનાર શખ્સે 3જી ડિસેમ્બરના રોજ પી.એન.મિશ્રા નામના શખ્સે બોગસ આધારકાર્ડ મારફતે પોતાની ઓળખ આપી હતી.

જો કે રજીસ્ટ્રેશન માટે ઓટીપી ફરજીયાત હોવાથી ચોરનો મોબાઈલ નંબર પોલીસને મળ્યો છે. જેના આધારે પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનાક શખ્સ સુધી પોહોંચવા મોબાઈલ નંબરને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એક્ઝિબિશનમાં પહેલા પણ ચોરીની ઘટના બની છે. તેમ છતા ચોરીની ઘટના બને તે માટે આયોજકો દ્વારા કરવામાં આવતા સુરક્ષાના દાવા પર સવાલ ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter