GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

સુરતીઓ આનંદો! કાગડોળે રાહ જોવાઈ રહેલા સરોલી રેલ્વેબ્રિજનું આજે લોકાર્પણ, 141.90 કરોડના ખર્ચે તૈયાર થયો છે આ બ્રિજ

ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી ખાસ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સુરત- ઓલપાડ ને જોડતો સરોલી રેલ્વે ઓવર બ્રિજ બનીને બે મહિના જેટલા સમયથી તૈયાર થઈ ગયો હતો પરંતુ નેતાઓ પાસે સમયનો અભાવ હોવાથી બ્રિજનું લોકાર્પણ થઈ શક્યું ન હતુ. જોકે, આ બ્રિજ માટે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ હાજરી માટે સંમતિ આપતાં પાલિકા આજે સાંજે આ બ્રિજનું લોકાર્પણ કરશે.સરોલી બ્રિજ ઉપરાંત પાલિકાના  141.90 કરોડના ખર્ચે સાકાર થનારા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામા આવશે.

બે મહિના જેટલા સમયથી તૈયાર થઈ ગયો

ગુજરાત સરકારના  આર એન્ડ બી વિભાગ દ્વારા ક્રિભકો રેલવે લાઈન પર બનાવવામાં આવ્યો હતો.આ રેલવે ઓવરબ્રિજ 1990માં ખુલ્લો મુકાયો હતો અને 2006માં સુરત મહાનગરપાલિકા હદ નું વિસ્તરણ થતાં આ રેલવે ઓવરબ્રિજ સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં બ્રિજની મરામતની જવાબદારી પાલિકા પર આવી હતી.ત્યાર બાદ બ્રિજ જર્જરિત  થતાં તેની જગ્યાએ 3 લેનનો નવો  બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને બે મહિના જેટલા સમયથી તૈયાર થઈ ગયો હતો.

લોડ ટેસ્ટ નો રિપોર્ટ માટે રેલ્વેમાં એન.ઓ.સી. માટે મોકલવામાં આવ્યો

પાલિકાએ આ બ્રિજના લોડ ટેસ્ટનો રિપોર્ટ માટે રેલ્વેમાં એન.ઓ.સી. માટે મોકલવામાં આવ્યો હતો. એન.ઓ.સી. આવી જતાં આ બ્રિજનું લોકાર્પણ આજે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં કરવામાં આવશે. આ ઉપરાંત  પાલિકાના કતારગામમાં 70 કરોડના ખર્ચે સાકાર થનારા ઓડિટોરીયમ નું ખાતમુહૂર્ત, સરથાણામાં 2 કરોડના ખર્ચે ગાર્ડન, વરીયાવ માં 4 કરોડના ખર્ચે ઢોર ડબ્બામાં ખાતમુર્હુત સહિતના કામો તેમજ સુડાના વિવિધ કામોના લોકાપર્ણ અને ખાત  મુર્હુત કરવામાં આવશે

READ ALSO

Related posts

સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ

Kaushal Pancholi

ગૃહમંત્રીના શહેરમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી

pratikshah

મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે, ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયા બાદ કરશે સ્થળોનું નિરીક્ષણ

Kaushal Pancholi
GSTV