GSTV

તાઉ-તે વિનાશ વેરશે/ આ તાલુકાના 28 ગામોને એલર્ટ કરાયા, NDRFની 6 બટાલિયન તૈનાત

તાઉ-તે

Last Updated on May 17, 2021 by Bansari

તાઉ-તે વાવાઝોડું પોતાનું વિકારળ સ્વરૂપ ધારણ કરે અને મોટી જાનહાની સર્જાઈ તે પહેલા જ ઓલપાડ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે,અહીં દરિયા કિનારાના વિસ્તારમાં એનડીઆરએફની 6 બટાલિયન તૈનાત કરી દેવામાં આવી છે,ઓલપાડ તાલુકાના 28 ગાંમડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે,એનડીઆરએફના જવાનો માછીમારોને દરિયો ન ખેડવા સુચનાઓ આપી રહ્યા છે,ઓલપાડના સાંસદો અને ધારાસભ્યો દ્વારા અસરગ્રસ્ત ગામોને મુલાકાત લેવાનું શરૂ કરી દેવાયું છે.

હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું

તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં  225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે.હવે આ વાવાઝોડુ ર૧૦ કિલોમીટર સુધીની અતિઘાતક સ્પીડે ત્રાટકી શકે છે.  રાતે  આઠથી ૧૧ વાગ્યાની આસપાસ આ વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાશે. કેટલાંક વિસ્તારમાં બસો દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

તાઉ-તે

હવામાન વિભાગે તાઉ-તે વાવાઝોડાને લઇને રેડ મેસેજ જારી કર્યો

હવામાન વિભાગે તાઉ-તે વાવાઝોડાને લઇને રેડ મેસેજ જારી કર્યો છે. આ વાવાઝોડુ હવે વેરાવળથી માત્ર ર૬૦ કિમી દૂર છે. જ્યારે દીવથી માત્ર રર૦ કિમિ દૂર આ વાવાઝોડુ રહ્યુ છે.આ વાવાઝોડુ ૧પ કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન દરિયાઇ પટ્ઠીના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે. જ્યારે રાજ્યના કુલ  15 જિલ્લામાં ૧૭પથી ર૧૦ કિમી સુધીન ઝડપે પવન ફૂંકાવાને લઇને સૌ કોઇએ સાવચેત રહેવા તાકીદ કરાઇ છે.

ગુજરાતમાં 1.50 લાખ લોકોનું કરાયું સ્થળાંતર

ગુજરાત પર તાઉ-તે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે તેવામાં દરિયાકાંઠાના વિસ્તારના રવિવાર રાત સુધીમાં સુધીમાં દોઢ લાખ લોકોને સલામત ખસેડાયા છે.  બપોર સુધી ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. હાલ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી.ના અંતરે છે. ૧૮મી મેના રોજ સંભવિત અસરગ્રસ્ત ૧૫ જિલ્લામાં ૭૦ થી ૧૭૫ કિ.મી.ની પવનની ગતિ રહેવાની સંભવાના છે.  આ ઉપરાંત વાવાઝોડાની દસ્તક પહેલા તંત્ર પણ સજ્જ બન્યું છે.  રેસ્કયુ કામગીરી માટે સંબંધિત જિલ્લાઓમાં ૪૪ NDRFની ટીમ ફાળવવામાં આવી છે. તથા ૬ SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

વાવાઝોડા

કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ નાગરિકોને સ્થળાંતરીત કરાયા

અગત્યનું છે કે આશ્રયસ્થાનો પર કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ નાગરિકોને સ્થળાંતરીત કરાશે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા ‘‘તાઉ-તે’’ સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ આગોતરા આયોજનના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે અને મોડી રાત સુધીમાં ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આ માટે તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને જરૂરી વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપી દેવાઈ છે.

Read Also

Related posts

VIDEO: સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, સાધુઓના બે જૂથો વચ્ચે ગળાકાપ હરિફાઇ

pratik shah

SBIના ગ્રાહકો માટે એલર્ટ/ ATM ફ્રોડથી બચવું છે તે OTP દ્વારા પૈસા ઉપાડો, ફ્રોડનો શિકાર થતાં બચી જશો, કોઈ આપના રૂપિયાને હાથ લગાવી શકશે નહીં

Pravin Makwana

વાહ/ School Bagએ મચાવી ધમાલ ! હવે માતા પિતા કરી શકશે બાળકની જાસૂસી, જાણો કેવી રીતે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!