સુરતના રાંદેર વિસ્તારમાં કારમાંથી મળી આવી કરોડોની જુની ચલણી નોટો

સુરતમાંથી ફરી એક વખત જુની ચલણી નોટો ઝડપાઈ છે. રાંદેર વિસ્તારમાં એક કારમાંથી 3.85 કરોડથી વધુની રદ કરાયેલી ચલણી નોટો મળી આવી છે. પાંચસો અને એક હજારના દરની રદ થયેલી ચલણી નોટ સાથે અમરોલીના વિશાલ બારડ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પાંચસો રૂપિયાના દરની 67 હજાર 200 અને એક હજારના દરની 4 હજાર 900 જેટલી નોટો ઉપરાંત કારમાં રદ થયેલી ચલણી નોટ લઈ જવાતી હતી..તે વૈભવી કાર પણ જપ્ત કરી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter