GSTV
Home » News » વિજ્ઞાનની વાતો કરતા નરેન્દ્ર મોદીના ગુજરાત ભાજપના સાંસદે જ અંધશ્રદ્ધાના કારણે બે વખત ફોર્મ ભર્યું

વિજ્ઞાનની વાતો કરતા નરેન્દ્ર મોદીના ગુજરાત ભાજપના સાંસદે જ અંધશ્રદ્ધાના કારણે બે વખત ફોર્મ ભર્યું

Shatrughan Sinha patna

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજ્ઞાન ટેકનોલોજી અને આધુનિકતાની વાત કરે છે તો બીજી તરફ સુરતના ભાજપના ઉમેદવારે અંધશ્રધ્ધાના કારણે બે વાર ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આજે ચૌદસ હોવાથી ફોર્મ ભરવા માટે અપશુકનિયાળ માનીને ગઈકાલે ભાજપના ઉમેદવાર મેન્ડેટ વિના જ ફોર્મ ભરી આવ્યા હતા.

આજે ચૌદસના દિવસે મેન્ડેટ અને ટેકોદારો સાથે ફોર્મ ભરવા આવ્યા અને અપશુકન થતાં બખેડો ઉભો થયો હતો અને કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. જરદોષે ગઈકાલે જ ફોર્મ ભરી દીધું હોવાનું સવારે જ જાણતાં અનેક ટેકેદારો તેમની સાથે આજે કલેક્ટર કચેરીએ આજે આવ્યા ન હતા.

pm-narendra-modi gstv

સુરત લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ દર્શના જરદોષ લગભગ કપાઈ ગયાંનું કહેવાતું હતું પરંતુ છેક છેલ્લી ઘડીએ તેમને રીપીટ કરાતા તેમને તથા તેમના ટેકાદોરોને રાહત થઈ હતી. આજ ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે અને આજે ચૌદસ પણ છે. તેથી ગઈકાલે જ ગણ્યા ગાંઠયા સાથે મેન્ડેટ વિના દર્શના જરદોષ ફોર્મ ભરી આવ્યા હતા. આ મુદ્દે સુરતના રાજકારણમાં અનેક ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

લોકોમાં એવી ચર્ચા થઈ રહી છેકે એકતરફ વડાપ્રધાન ટેકનોલોજીની વાત કરે છે તો બીજી તરફ તેમના સાંસદ અંધશ્રધ્ધામંથી બહાર આવતાં નથી. ગઈકાલે મેન્ડેટ અને ટેકેદારા વિના ફોર્મ ભરીને આજે દર્શના જરદોષ કેન્દ્રીય મંત્રી પુરૂસોત્તમ રૂપાલાની હાજરીમાં કાર્યકરો સાથે ફોર્મ ભરવા આવ્યા હતા.

અંધશ્રધ્ધાના કારણે બીજી વાર ફોર્મ ભરવા આવનારા સાંસદને બીજી વખતમાં અપશુકન થયાં હતા. જરદોષે ફોર્મ ભરી દીધુ હોવાનું સવારે જ ભાજપના કાર્યકરોએ જાણી લેતાં ઓછા કાર્યકરો આવ્યા હતા. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર સાથે ફોર્મ ભરવામાં ટેકેદાર વધુ જોવા મળ્યા હતા. દર્શના જરદોષે બે વાર ફોર્મ ભરવાની પ્રક્રિયા લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

READ ALSO

Related posts

UNSCમાં આ બે મહાસત્તાએ ભારતનો સાથ આપતા પાકિસ્તાન-ચીનને જોરદાર ઝાટકો

Kaushik Bavishi

કોંગ્રેસના આ નેતાએ કહ્યું કે, ‘મોદી સરકારના કાશ્મીર અંગેના નિર્ણયથી દેશને નુકસાન થશે’

Arohi

ટાઈગર શ્રોફે ઋત્વિક રોશનને આપ્યો હરાવાનો પડકાર, બંનેએ કહ્યું જોઈ લઈશ…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!