GSTV
Home » News » નફ્ફટ નર્સ : ગર્ભવતી મહિલાને લોખંડની વસ્તુથી માર માર્યો

નફ્ફટ નર્સ : ગર્ભવતી મહિલાને લોખંડની વસ્તુથી માર માર્યો

હોસ્પિટલમાં સેવા ચાકરી માટે નર્સને ડૉક્ટર પછીનો ભગવાન માનવામાં આવતું હોય છે. પણ આ જ નર્સ જ્યારે તમામ વસ્તુઓ નેવે મુકી હદ પાર કરી ઈશ્વરમાંથી યમરાજ બની જાય ત્યારે શું. સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પરિચારિકા તરીકેની સેવા આપતી નર્સ ગર્ભવતી મહિલા પર લોખંડની વસ્તુ લઈ તુટી પડી.

સુરત સિવિલ હોસ્પિટલના એક નર્સની નફ્ફટાઈ સામે આવી છે. ગર્ભવતી મહિલાને લોખંડની કોઈ વસ્તુથી માર મારતાં તેના કાનેથી લોહી નીકળ્યું હતું. શુક્રવારે રાત્રે 11 થી 11:30 ની વચ્ચેની આ ઘટના છે. રૂપાલી નામની નર્સે માર માર્યો હોવાનો આરોપ છે. આ મામલે ગર્ભવતી મહિલા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ મહિલા ભેસ્તાનની રહીશ છે. આ મામલે હોસ્પિટત તંત્રએ મૌન સેવ્યું છે. જોકે ઘટના બાદ ગાયનેકોલોજિસ્ટ તબીબે માફી માગી હતી. સુરત સિવિલમાં ઘણી વખત દર્દીઓ સાથે ગેરવર્તન થતું હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!