સુરતઃ પરિવારનો એક સભ્ય નહીં એક આખો પરિવાર મહાવીરના માર્ગ પર આગળ વધશે

ડાયમંડ સીટી સુરત હવે દીક્ષા નગરી તરીકેની ઓળખ બનાવવા જઈ રહ્યું છે. સુરતના આંગણે મહારાષ્ટ્રનો આખો પરિવાર આગામી દિવસોમાં સુરત જૈન સંઘમાં દીક્ષા ગ્રહણ કરવાનો છે. મહારાષ્ટ્રના ભિવંડીના ચાર સભ્યોનો પરિવાર 9 ફેબ્રુઆરીએ દિક્ષા ગ્રહણ કરશે. વેપારી રાકેશભાઈ અને તેમનો પરિવાર મૂળ રાજસ્થાનના પેશુઆ ગામનો વતની છે. અને રાકેશભાઈ, તેમની પત્ની સીમા બહેન 21 વર્ષિય પુત્ર મિત અને 19 વર્ષિય પુત્રી શૈલી આગામી આચાર્ય ગુણરત્નસુરીની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે. તેઓ કૈલાશ નગર જૈન શ્વેતાંમ્બર મૂર્તિ પૂજક સંઘ માતા-પિતા ઉપરાંત પુત્ર-પુત્રી દીક્ષા લેશે. સાત ફેબ્રુઆરીએ જ વર્ષીદાનની શોભાયાત્રા, ભવ્ય વર્ષીદાન અને રાત્રિના સમયે વિદાય સમારોહ યાજાશે. આ પરિવાર આઠ ફેબ્રુઆરીએ સવારે અભિષેક અને બીજા દિવસે વહેલી સવારે દીક્ષા લેશે. ગુણ રત્નસુરીશ્વર મહારાજની નિશ્રામાં 411થી 414 લોકો દીક્ષા ગ્રહણ કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter