GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત

કડોદરા ચાર રસ્તા પર પસાર થતી ટ્રકની તપાસ કરતા ખાતેથી સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયાની 50 કિલો વજનની કુલ 250 નંગની બેગો સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડીને 74 હજારની સબસિડીયુકત યુરિયા બેગ તથા અંદાજે 10 લાખની કિંમતની ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.               

રાજય વેરા નિરીક્ષકની ટીમે સુરતના કડોદરા ચાર રસ્તા ખાતે વોચમાં હતી તે વખતે અમદાવાદથી મુંબઈ જતી ટ્રકને ચેક કરતા યુરિયા ભરેલી ટ્રક ઝડપાઈ હતી. જેની જાણ નાયબ ખેતી નિયામકને કરતા પલસાણા તાલુકાના ખેતી અધિકારીએ ટીમ સાથે સ્થળ તપાસ કરી હતી. તપાસમાં સફેદ બોરીઓમાં શંકાસ્પદ યુરિયા હોવાનું માલુમ પડતા આ શંકાસ્પદ જથ્થાને બારડોલી ખાતેની પ્રયોગશાળામાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યું હતું. જેમાં યુરિયા હોવાનું માલુમ પડયું હતું.

વધુ તપાસ કરતા આ જથ્થો આણંદ જિલ્લાના બેડવા ખાતેના ગોડાઉનમાંથી આવ્યો હોવાનું અને આ ગોડાઉનનું રાજુભાઈ વહોરા તથા સાહિલ ઉર્ફે મોન્ટ ફારૂકભાઈ વ્હોરા નામના વ્યકિતઓ સંપુર્ણ સંચાલન કરતા હોવાની વિગતો જાણવા મળી છે. તેમના દ્વારા જુદી જુદી સહકારી મંડળીઓના સંચાલકો પાસેથી ખાતરનો જથ્થો લાવીને સફેદ થેલીઓમાં ભરી જે તે જગ્યાએ મોકલવામાં આવતો હતો. પલસાણાના ખેતી અધિકારીએ કડોદરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની વિગતવાર ફરિયાદ નોંધાવી છે.

READ ALSO

Related posts

ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ

Nakulsinh Gohil

વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ  બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો

Nakulsinh Gohil

અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો

Nakulsinh Gohil
GSTV