સુરતના માંગરોળમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. માંગરોળમાં બાઈક લઈ મિત્રની રાહ જોઈ રહેલા યુવકને કોસંબા પોલીસે ખોટી રીતે મેમો આપ્યો હોવાના આક્ષેપ કર્યા છે. યુવકને આપવામાં આવેલા આરટીઓ મેમોમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, યુવક સીટ બેલ્ટ વિના વાહન હંકારતો હોવાથી નિયમનો ભંગ કરતા મેમો આપવામાં આવ્યો છે.

આ યુવકે મોબાઇલમાં ડિજિટલ રૂપે રહેલા તમામ ડોક્યુમેન્ટ બતાવ્યા હોવા છતાં ખોટી રીતે આરટીઓ મેમો ફટકારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે. જે અંગેની યોગ્ય તપાસ કરવા જિલ્લા ક્લેકટરને સમાજના આગેવાન અને બાઇક ચાલક યુવક તરફથી આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.