સુરતમાં વ્યાજખોરોના ત્રાસને પગલે પોલીસે જરૂરીયાતમંદ લોકો માટે લોન મેળાનું આયોજન કર્યું હતું. સુરત શહેર પોલીસે 12 જેટલી બેંકો સાથે સંપર્ક કરી બેંક લોનનું આયોજન કર્યું હતું. 300 જેટલા લોકોને લોન અપાવવામાં શહેર પોલીસ મદદરૂપ બની હતી. તમામ લાભાર્થીઓને લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી તેમજ સુરતના સાંસદ દર્શના જરદોશના હાથે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યાં હતા.

આ પ્રસંગે ઉપસ્થિત ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના ખૂણેખૂણેથી વ્યાજખોરોને પકડવાની શરૂઆત કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી લોકોને લોન અપાવવાનું કાર્ય થઈ રહ્યું છે..આવનારા દિવસોમાં સ્વનિધિ યોજના હેઠળ લારી-ગલ્લા ચલાવતા લોકોને પ્રથમ 10 હજારની લોન પુરાવા વિના મળશે. આપણે મળેલી લોન સમયસર પરત કરવાનો પ્રયત્ન કરશો તેવી આશા રાખું છું.