સુરતમાં Bageshwar Baba ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર સહારો થઇ ગયો છે. દરબાર સહારો કરતા તેમણે કહ્યું કે રામનામનું સ્મરણ કરીને આવશો તો તમારા મનમાં જે હશે એ પરચીમાં લખેલું હશે, આ બાગેશ્વર બાલાજીનની કૃપા છે. જો તમારા જીવનમાં સંકટ છે, તો હનુમાનજી સંકટ નિવારક છે. ચમત્કારના ચક્કરમાં ન પડો.
આજ સુધી કથાકથિત લોકોએ ભારતના લોકોને ભૂતના ચક્કરમાં પાડ્યા, અમે ભગવાનનો સાથ અપાવવાના છીએ. કળિયુગમાં કેવળ હનુમાનજી એક માત્ર એક દેવતા છે જેના ચરણોમાં જવાથી બધા કાષ્ટ દૂર થાય છે.
બીજે બધે ભટકવાનું બંધ કરો અને હનુમાનજીના શરણમાં જાઓ અથવા તો બાગેશ્વર બાલાજી હનુમાનજી મંદિરે આવો. આજથી તમારા તમામ સંકટ અમારા છે. આજથી હનુમાનજીને માનવાનું છોડી દો, અથવા બધું જ હનુમાનજી પર બધું છોડી દો.
સુરત અને ગુજરાતના લોકોને વિનંતી છે કે કોઈ પાર્ટી સાથે ન જોડો, અમે હનુમાનજીની પાર્ટીના છીએ. કોઈ પાર્ટીને સપોર્ટ કરશું એવી માંગ લઈને પણ ન આવતા.
ગુજરાતના 5 કરોડ હિન્દૂ મસ્તક પર તિલક લગાવીને બહાર નીકળશે ત્યારે અને સૌ મંદિરે જતા થશે ત્યારે હિન્દૂ રાષ્ટ્ર બનશે.
દરબાર શરૂ કરતા પહેલા તેમણે કહ્યું કે અહીં જે આવે એ સાંભળી શકે એ જ પૂછે, પછી કહેતા નહીં કે બાબાએ બધા જ રહસ્યો ખોલી નાખ્યાં. કેમકે આ દુનિયામાં હોઈ એવું નથી જેમણે ખોટા કામ ન કર્યા હોય. એટલે જેવું સાંભળી શકો એવું જ પૂછવું.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં