સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાના એક આરોપીને 28 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. આપણે ક્યારેક ક્યારેક એક કહેવત બોલતા હોઈએ છીએ કે કાનુન કે હાથ લંબે હોતે હૈ, તે કહેવત આજે સાચી પડી છે. આ કહેવત સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલિસે સાબિત કરી બતાવી છે. વાત મુળ એમ છે કે વર્ષ 1995માં સુરતના પાંડેસરા ખાતે થયેલ હત્યાકેસનો ભેદ 28 વર્ષ બાદ ઉકેલાયો છે. જેમા હત્યા કર્યા પછી નાસતા ફરતા આ આરોપીને પોલિસે 28 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા માટે પોલિસ છેલ્લા દોઢ વર્ષથી સતત વોચ રાખી હતી જે બાદ આરોપી કેરળથી ઝડપાઈ ગયો હતો.

મિત્રની હત્યા કરી ફરાર થઈ ગયેલા બે યુવકમાંથી એકને 52 વર્ષની ઉંમરે કેરળથી પકડી પાડ્યો
કોઈપણ ગુનો કરતા સાત વાર વિચારજો કારણ કે કાનુન કે હાથ લંબે હોતે હૈ, આ માત્ર એક ડાયલોગ નથી. આ કિસ્સાએ કહેવત સાચી કરી બતાવી છે. ઘટના એવી છે કે સુરતના પાંડેસરામા 28 વર્ષ પહેલા મિત્રની હત્યા કરી ફરાર થઈ ગયેલા બે યુવકમાથી એકને 52 વર્ષની ઉંમરે કેરળથી પકડી પાડ્યો છે.
વર્ષ 1995માં હત્યાના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લાં 28 વર્ષથી પોલીસથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેમા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને કેરળથી ઝડપી પાડ્યો છે. પોલીસને અંગત માહિતી મળી હતી કે આરોપી હાલ કેરળ રાજ્યમાં મિસ્ત્રીનું કામ કરે છે, જેને આધારે પોલીસે વોચ ગોઠવી કેરળના અદૂરગામેથી આ આરોપી કૃષ્ણ રઘુનાથ પ્રધાનને ઝડપી લીધો હતો.

આ હતી સમગ્ર ઘટના
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી કૃષ્ણ પ્રધાનને ઝડપ્યા બાદ તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે વર્ષ 1995મા સુરતના પાંડેસરા ખાતે સિદ્ધાર્થનગરમાં કારખાનામાં મજુરીકામ કરતો હતો. ત્યા તેની સાથે તેનો મિત્ર શિવરામ ઉદય નાયક કામ કરતો હતો. આરોપી કૃષ્ણ પ્રધાનના કહેવા પ્રમાણે તેનો મિત્ર રોજ તેની સાથે જુઠ્ઠુ બોલતો અને વારંવાર ગદ્દારી કરતો હતો તેથી એવો વહેમ રાખી તારીખ 04-03-1995ના રોજ રાત્રે નવ વાગ્યાના આસપાસ શિવરામ નાયકને ઘરેથી વાત કરવાના બહાને બહાર લઇ જઈ તલવાર અને ચાકુથી મિત્ર કૃષ્ણ પ્રધાન અને બિરેન શેટ્ટી નામના બન્ને મિત્રોએ સાથે મળી શિવરામ નાયક હત્યા કરી હતી. અને હત્યા લાશને ગૌતમનગર પાસે આવેલ નહેરમાં નાખી ફરાર થઇ ગયા હતા. જે આજે 28 વર્ષ બાદ પોલિસે ઝડપી પાડ્યો છે.
READ ALSO
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત