જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં સુરતના પરીક્ષા કેન્દ્રો પર આવી પહોંચેલા ઉમેદવારોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. વારંવાર પેપર ફૂટવાની ઘટના બનતા ઉમેદવારોએ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. સરકારે આ ઉમેદવારોને પરત જવા માટે વિનામૂલ્યે એસટી બસમાં મુસાફરીની સુવિધા કરી આપી, પણ આ ઉમેદવારો એક જ સવાલ પૂછી રહ્યાં છે કે તેમની મહિનાઓની મહેનતનું શું?
ગુજરાતમાં વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપરલીક થયું. આ મામલે ગુજરાત એટીએસએ તાબડતોબ કાર્યવાહી કરી 16 આપીઓની ધરપકડ કરી દીધી. તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ લવાયા હતા. મુખ્ય આરોપી જીત નાયકની હૈદરાબાદથી ધરપકડ કરી. જીત નાયક પ્રિન્ટીંગ પ્રેસનો કર્મચારી છે. જીત નાયકે ઓડિશાના પ્રદીપ નાયકને પેપર આપ્યું હતું. તો આરોપી મોરારી પાસવાનની પેપર લીક કરનાર અને સોલ્વ કરનાર વચ્ચે મુખ્ય ભૂમિકા છે.
READ ALSO
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ
- સુરત/ પુણા ગામમાં DGVCLની બંધ પડેલી હાઈટેન્શન લાઈનનો ટાવર ધરાશાયી થતાં અફડાતફડી મચી
- ‘પશ્ચિમ બંગાળમાં દીદીનો સમય પૂરો, 2026માં ભાજપની સરકાર બનશેઃ’ અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડેહાથ
- પાણી પીવાના કથિત મામલે ગામના લોકોએ દલિત યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન થયું મોત