સુરત જિલ્લાના મહુવામાં ભાજપના ઉમેદવાર મોહન ડોઢિયાને બદનામ કરવાનું કાવતરું સામે આવ્યું છે. જે ગામ મહુવામાં છે જ નહીં એ ગામમાંથી ભાજપના ઉમેદવારને ભગાવ્યા હોવાનો કોઈક અજાણ્યો વીડિયો સોશિયલ મિડિયામાં મૂકી મહુવાનો દર્શાવવામાં આવ્યો હતો. જેને લઈ મહુવા સરપંચ એસોસિયેશનના પ્રમુખ દ્વારા સુરત અને તાપી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

સમગ્ર બાબતે મહુવા વિધાનસભાના ભાજપના ઉમેદવાર મોહન ડોઢિયાએ પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીને વિધાનસભામાં હાર દેખાઈ રહી છે જેથી બદનામ કરવા આવા કાવતરા રચી સોશિયલ મીડિયામાં ભ્રમ ફેલાવી રહી છે.
READ ALSO
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે