ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને નાણાં અને નશીલા પદાર્થોની હેરાફેરી પર સતત રાખવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતમાં એક કારમાંથી 75 લાખ રૂપિયા મળવાની ઘટના સામે આવી છે. મહિધરપુરા પોલીસે 2 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એસએસટીએ જાતે ફરિયાદી બનીને ગુનો નોંધાવ્યો છે. બંને આરોપીએ વિરુદ્ધ 171એસ હેઠળ ચૂંટણી સંદર્ભે ગેરકાયદેસર નાણાંની ચુકવણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમાં ત્રીજી નવેમ્બરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં પહેલી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું તો પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઈ છે અને આ આચાર સંહિતા ભંગ હેઠળ તા.3 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં કુલ 29,844 કેસ કરાયા છે. આ કેસ અંતર્ગત કુલ 24,710 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ