સુરતના પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ચાર બાળકો સહિત માતા પણ ગેસ ગૂંગળામણના કારણે બેભાન થઇ ગઇ હતી. તમામને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે ધોરણ આઠમા અભ્યાસ કરતી સગીરા મોતને ભેટી હતી.
વહેલી સવારે ઘરકામ કરતી મહિલાએ દરવાજો ખખડાવતા ખોલવામાં આવ્યો ન હતો. જેથી પાડોશીઓએ દરવાજો ખખડાવ્યા બાદ ખોલવામાં ન આવતા દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો. જ્યાં આખો પરિવાર જમીન પર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ સમગ્ર પરિવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટના અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.
READ ALSO
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો,
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર
- માંડવીના દરિયા કિનારે નબીરાઓના ગાડીઓના સ્ટન્ટ, વીડીયો થયો વાયરલ
- જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ