GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

સુરત નવી સિવિલ હોસ્પિટલના તંત્રની લાલીયાવાડી, કોરોનાના શંકાસ્પદ દર્દીની લાશ બે કલાક રઝળી

વિવાદોના ઘેરામાં રહેલી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના તંત્રની વધુ એક લાલીયાવાડી સામે આવી હતી. હોસ્પિટલના તંત્રની આડોડાઈના કારણે કોરોનાના શંકાસ્પદ દર્દીની લાશ બે કલાક કોવિડ હોસ્પિટલમાં રઝળી હતી. મૃત્યુ બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવામાં આવ્યો હતો. ગત રોજ યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે પરીવાર ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો.

જો કે મળસ્કેના ચાર વાગ્યાની આસપાસ દર્દીને મૃત જાહેર કરાયો હતો. ત્યારબાદ મૃતદેહ કોવિડ હોસ્પિટલમાંથી ટ્રોમાં સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. આજે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યાં એકતા ટ્રસ્ટને બોડી સોંપાયા બાદ અંતિમવિધી કરવામાં આવી હતી. મૃત યુવકનો કોરોનાનો રિપોર્ટ પેન્ડિંગ છે.

READ ALSO

Related posts

આધાર-પૅન લિંક છે કે નહી? આયકર રિટર્ન દાખલ કરતાં પહેલાં અહીં જરૂર તપાસી લો

Mansi Patel

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પડ્યો ભૂવો, ફાયબર ફ્લોરિંગમાં અચનાક પડ્યું ગાબડું

pratik shah

શું તમે આધાર-પાનકાર્ડ લિંક કર્યુ ? આવકવેરો રીટર્ન ફાઇલ કરતાં પહેલા જાણી લો આ ખાસ આ વાત!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!