GSTV
Gujarat Government Advertisement

રિપોર્ટ આવે તે પહેલાં જ શંકાસ્પદ દર્દીને કોરોના પોઝિટિવ વોર્ડમાં રખાઇ, બે-પાંચ નહીં આટલા કલાક સુધી

corona

Last Updated on June 22, 2020 by Bansari

સુરત નવી સિવિલ હોસ્પિટલ હર હંમેશા વિવાદમાં કે બેદરકારી અંગેના કિસ્સા પ્રકાશમાં આવ્યા જ કરે છે. રવિવારે ફરી ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કોરોના ચિન્હ ધરાવતી લાલદરવાજા મહિલાનો કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલા જ તેને કોરોના પોઝિટીવ વોર્ડમાં દાખલ કરી દેવાઇ હતી.

નવી સિવિલ ફરી વિવાદમાં

નવી સિવિલથી મળેલ વિગત મુજબ લાલ દરવાજા ખાતે રહેતા 38 વર્ષની મીનાક્ષીબેન (નામ બદલ્યુ છે)ને તા.19મી સવારે તાવ સહિત તકલીફ થતા સારવાર માટે સિવિલની કોવિડ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલ્યા હતા. જોકે, તેમનો રિપોર્ટ આવે તે પહેલા જ કોવિડ હોસ્પિટલમાંથી કાગળીયા આપીને નવી સિવિલના કોરોના પોઝિટિવ એચ-1 વોર્ડમાં દાખલ કરી દેવાયા હતા. તેમનો રિપોર્ટ બીજા દિવસે આવવાનો હતો છતાં તેમને પોઝિટીવ વોર્ડમાં શિફ્ટ કરી દેવાયા હતા. બાદમાં તેમના પરિવારના સભ્યોએ શંકાસ્પદ કોરોના વોર્ડમાં જઇને જોયું હતું. જેમા કેસ પેપર પર મીનાક્ષીબેન લખેલું હતુ, પણ તેમની અટક સાથેનું પુરૃં નામ અલગ હતું. જેથી ડૉક્ટર સહિતના કર્મચારીઓ પાસે તેમનો રિપોર્ટ માંગ્યો હતો.

corona

રાબેતા મુજબ પરિવારના સભ્યોને રિપોર્ટ માટે આમતેમ ધક્કા ખવડાવાયા હતા. પણ કોરોનાનો રિપોર્ટ મળ્યો ન હતો. દરમિયાન તા.૨૧મીએ મીનાક્ષીબેનને કોરોના પોઝિટિવ વોર્ડમાંથી 12 કલાકથી વધુ સમય બાદ ઈ -0 વોર્ડ શિફ્ટ કર્યા હતા. મીનાક્ષીબેનનું પૂરું નામ બોલ્યા ન હતા. અને પોઝિટિવ આવેલા અન્ય મીનાક્ષીબેન સમજીને તેમને પોઝિટિવ વોર્ડમાં દાખલ કર્યા હોવાના તેમના પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યા હતા. વધુમાં પરિવારજનોએ જણાવ્યું કે, તા.૧૯થી ૨૧મી સાંજ સુધીમાં તેમના કોરોના રિપોર્ટ અંગે સિવિલ તંત્રને જાણકારી ન હતી. જેના કારણે અમારા જીવ તાળવે ચોંટી ગયા હતા. હવે ટેન્શન એ છે કે, પોઝિટિવ વોર્ડમાં મીનાક્ષીબેન દાખલ કર્યા હતા. જેથી તેમને ફરી સેમ્પલ લઇને કોરોના અંગેનો રિપોર્ટ કરાવવો જોઈએ. સિવિલ અધિકારીએ કહ્યું હતું કે, ટેકનિકલ પ્રોબ્લેમ હતો., તેમનાી સેમ્પલ ફરી મોકલી અપાયા છે.

આરોગ્ય સચિવની મુલાકાતના ગણતરીના કલાકમાં ભાંગરો વાટયો

રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ કોરોના સંદર્ભે સમિક્ષા કરવા માટે શનિવારે સુરતમાં આવ્યા હતા.તેમણે નવી સિવિલની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇને જરૃરી સલાહ સુચન કર્યા હતા.અને દર્દીને તકલીફ નહીં પડે તેમાટે સુચન કર્યા હતા. તેના ગણતરીના કલાકમાં જ તંત્રએ આ ભાંગરો વાટયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર: ડિપ્લોમા માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન, માર્કશીટ અને ધો.10ના સીટ નંબર વગર કરી શકાશે આ કામ

Pravin Makwana

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું, લાખો લોકોના જીવ અદ્ધર

Damini Patel

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!