GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

સુરતમાં કોરોનાનો હાહાકાર : નવા 60 કેસોમાં આ વિસ્તારમાંથી મળ્યા 54 કેસ, 3નાં થયાં છે મોત

કોરોના

અનલોક-1 સાથે કોરોનામાં રોજના કેસો અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહયો છે. ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલના 61વર્ષીય વૃધ્ધા તથા લિંબાયતના 38 વર્ષીય મહિલા અને 52 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન આજે મોત થયુ હતુ. આ સાથે સોમવારે સુરત માં 54 અને સુરત જીલ્લામાં 6 મળી કુલ60 દર્દી કોરોનાનાં સંક્રમણમાં આવ્યા છે. જયારે સુરત શહેરમાં 29 દર્દીઓને રજા અપાઇ હતી.

Corona

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલ પાસે શ્રીનાથ સોસાયટીમાં રહેતા 61 વર્ષીય કાન્તાબેન ઘીરજભાઇ રાણાને ગત તા.૨૫મીએ શ્વાસ સહિતની તકલીફ થતા, લિંબાયતમાં સુભાષનગરમાં રહેતા 52 વર્ષીય ગજીધર ભાઇદાસ પાટીલ ગત તા.10મીએ અને લિંબાયતમાં શાસ્ત્રીનગરમાં રહેતા 38 વર્ષીય સમીમ અલીમમીયા શેખ ગત તા.31મીએ સિવિલમાં દાખલ કરાયા બાદ બાદ ત્રણેયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને આજે ત્રણેયના મોત થયા હતા. કાંતાબેનને થાઇરોઇડ, વા અને ડાયાબિટીઝ હતો. ગજીધરને ન્યુમોનીયો જ્યારે સમીમને અસ્થમા હતો.

ગુજરાતના અન્ય જિલ્લામાં આવી છે સ્થિતિ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ12,7738888,727
સુરત1717721160
વડોદરા110639625
ગાંધીનગર30014163
ભાવનગર1268103
બનાસકાંઠા115587
આણંદ1011087
અરવલ્લી1117106
રાજકોટ115372
મહેસાણા125676
પંચમહાલ911072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ81664
ખેડા71458
સાબરકાંઠા106374
જામનગર54337
ભરૂચ44334
કચ્છ82255
દાહોદ40032
ગીર-સોમનાથ45036
છોટાઉદેપુર33023
વલસાડ41114
નર્મદા19015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ30124
નવસારી26012
પોરબંદર1224
સુરેન્દ્રનગર41116
મોરબી403
તાપી605
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ17,632109211,894
કોરોના

આજે સિટીમાં નવા 54 કેસ નોંધાયા છે. તેમાં ઉમિયામાતા રોડ પ્રાઇવેટ પ્રેકટીસ કરતા ડો.દિપક પાટીલ, વિનસ હોસ્પિટની નર્સ ધન્યા બિનુ, વકિલ વિજયભાઇ જરીવાલા,મેડીકલ સ્ટોરના ફાર્માસિસ્ટ સુનિલ પાટીલ, મિત્ર ચેનલના એડીટર જીતેન્દ્રભાઇ જાદવ, ખાનગી હોસ્પિટલના રિસેપ્શનિસ્ટ ઉજ્જવલ શાહ, સુમુલ ડેરી રોડ પરનાં વોચમેન ગોપાલ ઓઝા, લાલદરવાજા ખાતેનાં વોચમન રાકેશ સિંહ, આંજણા ર્ફામમાં સુપરવાઇઝર રમેશ દુપતિ, મકાન દલાલ મોહમંદ આરીફ, ગોલવાડમાં સોડાના દુકાનદાર અશ્વિન રાણા, દિલ્હી ગેટ ખાતે કુરીઅર બોય ચેતન ઉભરાટવાલા, રામપુરા ખાતે કુરીઅર બોય વિનોદ કંસારા, શાકભાજી વિક્રેતા મોહન રાઠોડ, પ્રાઇવેટ એડવોકેટની ઓફિસમાં નોકરી કરતા શૈલેષભાઇ ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આજે લિંબાયતમાં 14, કતારગામના 13, સેન્ટ્રલમાં 11, વરાછા એ 2, રાંદેર 2, અઠવા 4 અને ઉધનામાં 8 કેસ નોંધાયા છે. તેમાં 24 પુરૃષ, 9 સ્ત્રી, 1 કિશોરી અને 20 વૃધ્ધ છે. સિટીમાં 1696કેસ, 74 મૃત્યુઆંક થયો છે. ગ્રામ્યમાં 125 કેસ અને બે મોત થયેલા છે. શહેર-જિલ્લાના કુલ કેસ 1821, મૃત્યુઆંક 76 થયો છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત 27દર્દીઓને રજા આપવામાં આવી હતી.જેમા સમરસ હોસ્ટેલ 15,ખાનગી હોસ્પિટલ 1અને નવી સિવિલમાં 11 દદીને માત આપી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 1120 દર્દીઓને રજા આપવામાં આવી છે.

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!