GSTV

સુરતમાં નિયમોની ધજ્જિયા ઉડાવી નમાઝ પઢવા એકઠા થયા, પોલીસે તમામની ધરપકડ કરી

Last Updated on May 3, 2020 by Pravin Makwana

કોરોના વાયરસને પગલે સમગ્ર નાનપુરા વિસ્તારને કોરોન્ટાઇનની સાથે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવા છતા માસ્ક પહેર્યા વગર ખંડેરાવપુરાની નવાબી મસ્જીદમાં નમાઝ પઢનાર 9 જણાની અઠવાલાઇન્સ પોલીસે ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માસ્ક પહેર્યા વગર નમાઝ પઢવા એકઠા થયા

હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને બીજી તરફ લોક્ડાઉન હોવાથી લોકોને ઘરમાં જ રહેવા અને પરિવારના સભ્યો સાથે નમાઝ અદા કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. તેમ છતા નાનપુરાના ખંડેરાવપુરા સ્થિત નવાબી મસ્જીદમાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર નમાઝ પઢવા માટે એક્ઠા થયા હોવાની બાતમી અઠવાલાઇન્સ પોલીસને મળી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી નમાઝ માટે એક્ઠા થયેલા અને મસ્જીદની સામે રહેતા યુસુફ હફીઝખાન પઠાણ (ઉ.વ. 53), ), મહેરૂ જકસિંગ રાણા (ઉ.વ. 63),સફી સાદ્દીકમીયા શેખ (ઉ.વ. 67), મોહમદ કાસીમ સરફુદ્દીન શેખ (ઉ.વ. 59) ઉપરાંત મોહમદ સોહેલ ગુલામ અબ્બાસ શેખ (ઉ.વ. 23 રહે. ઘર નં. 1-1696 હબીબશા મહોલ્લો, નાનપુરા), નદીમ અબ્દુલ વ્હાબ મલેક (ઉ.વ. 30 રહે. 1-1258, પોલીસ લાઇન સામે, રૂદરપુરા), ગુલામ મોયુદ્દીન અબ્દુલ રહીમ શેખ (ઉ.વ. 40 રહે. 1-1605, ખંડેરાવપુરા, નાનપુરા), અલ્લારખા ગુલુમીયા શેખ (ઉ.વ. 57 રહે. 1-2282, ખંડેરાવપુરા, નાનપુરા), મોહમદ ઇમરાન ગુલામ અબ્બાસ અંસારી (ઉ.વ. 40 રહે. 1-2297, ખંડેરાવપુરા, નાનપુરા) ને ઝડપી પાડયા હતા.

નિયમોની ધજિજ્યા ઉઠાવી

ઉલ્લેખનીય છે કે ગીચ વસ્તી ધરાવતા નાનપુરા અને તેની આજુબાજુનો વિસ્તારના રહેવાસીઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમ છતા ઉપરોક્ત તમામ માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના નમાઝ માટે એક્ઠા થયા હોવાથી પોલીસે તમામની એપેડમિક ડિસીઝે એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

READ ALSO

Related posts

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Zainul Ansari

Business Idea : આ ‘ઘાસ’ ની ખેતીથી દર વર્ષે થાય છે 4 લાખ સુધીની કમાણી, તમારા ખિસ્સામાંથી જશે માત્ર 20 હજાર રૂપિયા!

Vishvesh Dave

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!