GSTV
Home » News » સુરત મહાનગર પાલિકાનો ફૂડ મોલમાં સપાટો, 6 રેસ્ટોરન્ટના રિન્યુલ રદ્દ

સુરત મહાનગર પાલિકાનો ફૂડ મોલમાં સપાટો, 6 રેસ્ટોરન્ટના રિન્યુલ રદ્દ

સુરત મહાનગર પાલિકાએ ફુડ મોલમાં સપાટો બોલાવ્યો હતો. પચાસ ટકા પ્રમાણે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ ન કરાવતા 6 જેટલી રેસ્ટોરન્ટનું રિન્યુલ રદ કરવામાં આવ્યું છે. ઉધના મગદલ્લા રોડ પર આવેલ મેગા ફૂડમાં પાર્કિંગની જગ્યામાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ પાલિકાને બાંહેધરી આપવામાં આવી હતી કે, સ્ટ્રક્ચર હટાવી પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે પરંતુ પચાસ ટકા પ્રમાણેની જગ્યામાં અહીં બાળકો માટેની રમત ગમતના સાધનો સહિતનું સ્ટ્રક્ચર ઉભું કરી દેવામાં આવ્યું હતું. પાલિકાની તાકીદ હોવા છતાં પણ યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી ન હતી. જ્યાં આખરે આજે એકસાથે છ જેટલી રેસ્ટોરન્ટને સીલ કરી વપરાશ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં સુધી સ્ટ્રક્ચર દૂર કરી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે. ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ કરવાનો આદેશ પાલિકા દ્વારા આપવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!