સુરતમાં પાંચ વરસના બાળકને બારમા માળેથી માતાએ ફેંકી દીધાની ચકચારી ઘટના બની છે. માસૂમ બાળકને નીચે ફેંક્યા બાદ માતાએ પણ આપઘાત કરી લીધો છે. સુરતના અડાજણના પાલ વિસ્તારની આ ઘટના છે. પાલ નજીક આવેલ સ્તુતિ એપાર્ટમેન્ટની આ ઘટના છે. આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. મૃતક મહિલાનું નામ ચંચળબેન તો મૃતક બાળકનું નામ અનિકેત છે. મૃતક મહિલાનો પતિ ઇન્કમટેકસ વિભાગનો કર્મચારી છે.