GSTV

સુરતીઓ ચેતજો/ આ બે ઝોનમાં 3000થી પણ વધુ કોરોના પોઝિટીવ કેસ, જતાં પહેલા સો વાર વિચારજો

કોરોના

સુરત મ્યુનિ.માં કોરોના સંક્રમણ પહેલાં કરતાં ઓછું થયું છે પરંતુ અઠવા અને રાંદેર ઝોન હજી પણ સૌથી વધુ પોઝીટીવ કેસ બહાર આવી રહ્યાં છે. સુરત મ્યુનિ.ના આઠ ઝોનમાંથી માત્ર બે ઝોન એવા છે જેમાં બે હજાર કરતાં ઓછા પોઝીટીવ કેસ છે. જ્યારે બે ઝોનમાં પોઝીટીવ કેસનો આંકડો ત્રણ હજારને પાર કરી ગયો છે,મ્યુનિ.ના ચાર ઝોનમાં બે હજાર કરતાં વધુ પોઝીટીવ દર્દીઓ છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં આજના ૧૫૫ કેસ સાથે કુલ કેસ 18092 થઈ ગયાં છે જેમાંથી 16742 લોકો સારા થતાં 88.6 ટકા રિકવરી રેઈટ થયો છે. જ્યારે આજે એક મોતની સાથે અત્યાર સુધીમાં સુરતમાં કોરોનાએ ૬૫૧ લોકોનો ભોગ લીધો છે.

કેસની સાથે રિકવરી રેટ પણ વધ્યો

સુરતમાં કોરોના પોઝીટીવની સંખ્યામાં વધારો થવા સાથે હવે રિકવરી રેઈટમાં પણ વધારો થઈ રહ્યો છે. જુન માસનો અંત અને જુલાઈ-ઓગષ્ટ માસમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ થયું હતું. આજે સુરતમાં ૧૫૧ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીમાં 18092 લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. જેમાંથી સારવાર બાદ 16742 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફરતાં સુરતમા ંરિકવરી રેઈટ 88.6 ટકા થઈ ગયો છે.

કોરોના

સુરતમાં કોરોનાની શરૃઆત થઈ ત્યારે ગીચ વસ્તી ધરાવતાં સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ઝડપે સંક્રમણ વધતું હતું . પરંતુ હાલ કોરોનાનું સંક્રમણ આખા શહેરમાં વધારે છે ત્યારે ગીચ વસ્તી ધરાવતાં મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં અન્ય ઝોન કરતાં ઓછા કેસ છે. આ ઉપરાંત સ્લમ વિસ્તાર સાથે શ્રમિકોની વસ્તી ધરાવતાં ઉધના ઝોનમાં સુરત મ્યુનિ.માં સૌથી ઓછા 1570 પોઝીટીવ કેસ છે જ્યારે સૌરાષ્ટ્રીયન બહુમતિવાળા વરાછા બી ઝોનમાં પણ 1608 કેસ છે. ઉધના અને વરાછા બી ઝોન એવા છે જેમાં પોઝીટીવ કેસની સંખ્યા બે હજાર કરતાં ઓછી. છે જ્યારે સૌથી વધુ રહેણાંક વિસ્તાર ધરાવતાં અઠવા ઝોનમાં ત્રણ હજાર અને કતારગામ ઝોનમાં પણ ત્રણ હજાર કરતાં વધુ કેસ થઈ ગયાં છે.

કોરોના

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી મોતનું પ્રમાણ ઘટી રહ્યું છે આજે જિલ્લામાં એક પણ મોત નથી જ્યારે સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં રહેતાં81 વર્ષીય પુરૃષ સિવિલ હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યાં છે તેનું મોત થયું છે. આજના એક મોત સાથે સુરતમાં કુલ 651 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.

Read Also

Related posts

સુરેન્દ્રનગર/ વોર્ડ 2ની મહિલાઓએ પાલિકા કચેરીમાં કર્યુ હલ્લાબોલ, ગટર અને ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી છે જનતા

Pravin Makwana

માર્ચથી જૂન દરમિયાન માર્ગ અકસ્માતમાં 29 હજાર લોકોના મોત, આંકના આધારે વિપક્ષોએ લીધો સરકારનો ઉધડો

Karan

મોદી સરકાર આપી રહી છે PF વ્યાજનો પ્રથમ હપ્તો! તમારા ખાતામાં આવ્યા કે નહી, આ રીતે કરો ચેક

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!