સાત દિવસ પહેલા દુકાનનું ઉદ્ધાટન કર્યું હતું, મોબાઈલ પ્રેમી તસ્કરો 2 લાખનું કરી છૂ થઈ ગયા

સુરતમાં તસ્કર ટોળકી ફરી સક્રિય થઈ છે. તસ્કરોએ ઉધના વિસ્તારમાં મોબાઈલ શોપને નિશાન બનાવી બે લાખથી વધુની રોકડ અને મોબાઈલની ચોરી કરી છે. મોડી રાત્રે તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરી ચોરીને અંજામ આપ્યો હતો. તેમણે દુકાનમાં પ્રવેશતા પહેલા સીસીટીવી કેમેરાવાળી સ્વીચ બંધ કરી દીધી હતી.

ચોરીની જાણ થતા દુકાન માલિક દોડી આવ્યો હતો. હજુ તો 31 તારીખે જ દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં સાત દિવસમાં જ ચોરોએ હાથફેરો કર્યો છે. થોડા દિવસ અગાઉ નજીકમાં જ આવેલા મકાનમાંથી લાખોની ચોરી થઈ હતી. એજ વિસ્તારમાં ફરી ચોરી થતા પોલીસ નાઈટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter